એસ.ઓ.જી.સ્ટાફના માણસોને બાતમી હકીકત મળેલ કે ખાત્રજ ચોકડી – માંકવા રોડ ઉપર આવેલ કોમ્પ્લેક્ષમા એક ઇસમ ભાડેથી દુકાન રાખી ગેરકાયદેસર દવાખાનુ ખોલી એલોપેથીક દવા આપી સારવાર કરે છે. જેથી સીહુંજ પી.એચ.સી.સેન્ટરના મેડીકલ ઓફીસર જયદીપ રાઠોડ નાઓને સાથે રાખી સંયુકત રીતે રેડ કરતા આરોપી ડોકટર બુધાભાઇ રાવજીભાઇ ચૌહાણ રહે.ખાત્રજ,રણછોડપુરા મહેમદાવાદ ખેડા નાઓને જુદી જુદી કંપનીની એલોપેથી દવાઓ તથા ઇન્જેકશન તથા મેડીકલ સાધન સામગ્રી સાથે કુલ કી.રૂ.૭૭૪૪ ની સાથે ઝડપી લઇ તે આધારે પી.એચ.સી.સેન્ટરના ડોકટર એ તેના વિરુધ્ધ મહેમદાવાદ પો.સ્ટે.ખાતે ધી ગુજરાત મેડીકલ રજીસ્ટર મેડીકલ પ્રેકટીસ એકટની કલમ ૧૯૬૩ ની કલમ ૩૦ તથા ઇ.પી.કો.ક.૩૩૬ મુજબ ફરીયાદ રજીસ્ટર કરાવેલ છે.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement