નર્મદા તથા છોટાઉદેપુર જીલ્લામાં ઘરફોડ ચોરી કરતા સીકલીગર ગેંગના સભ્યોને નર્મદા પોલીસે ઝડપી પાડી પાસામાં ધકેલી દીધા છે. પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાના માર્ગદર્શન અને સુચના મુજબ એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. નર્મદાએ તથા એલ.સી.બી. ટીમના પોલીસ માણસો દ્વારા ગરૂડેશ્વર પો.સ્ટેમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપતા સીકલીગર ગેંગના સભ્યોને ઝડપી પાડેલ. તેમજ તેમની વિશેષ પુછપરછ દરમ્યાન છોટાઉદેપુરમાં પણ ઘરફોડ ચોરીને અંજામ આપેલ. જેથી તેમની આ અસામાજીક પ્રવૃતિને અંકુશમાં લાવવા સારૂ આરોપીઓ (૧) ચંદનસીંગ જીવણસીંગ સીકલીગર રહે. બંસલ મોલની સામે, અમરશ્રધ્ધા સોસાયટી વુડાના મકાનમાં, ૧/૧૮ વડોદરા, તરસાલી તા.જી.વડોદરા (૨) ગૂરૂદયાલસીંગ ઉર્ફે ગુડ્ડ બચ્ચનસીંગ સીકલીગર રહે. તિલકવાડા ગણસીંડા તા.તિલકવાડા જી.નર્મદા (૩) સંતોકસીંગ ગૂરૂમુખસીંગ સીકલીગર રહે.
ગરૂડેશ્વર રણછોડજી મંદિર તા.ગરૂડેશ્વર જી.નર્મદા (૪) ગુરૂચરણ ત્રિલોકસીંગ સીકલીગર રહે. ઘોઘંબા પાલ્વી રોડ, મસ્જીદ પાછળ તા.ઘોઘંબા જી પંચમહાલ વિરૂધ્ધમાં ગરૂડેશ્વર પોલીસ દ્વારા પાસા દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાને મોક્લતા આરોપીઓના ગુનાઓને ધ્યાને રાખી જીલ્લા મેજીસ્ટ્રેટ
નર્મદાએ સામાવાળાઓ (૧) ચંદનસીંગ જીવણસીંગ સીકલીગર રહે. બંસલ મોલની સામે, અમરશ્રધ્ધા સોસાયટી વુડાના મકાનમાં, ૧/૧૮ વડોદરા, તરસાલી તા.જી.વડોદરાનાને અટકાયત કરી જામનગર જીલ્લા જેલ ખાતે રાખવા હુકમ કરેલ તેમજ (૨) ગૂરૂદયાલસીંગ ઉર્ફે ગુડ્ડ બચ્ચનસીંગ સીકલીગર રહે. તિલકવાડા ગણસીંડા તા.તિલકવાડા જી.નર્મદાનાને અટકાયત કરી હિમ્મતનગર જીલ્લા જેલ ખાતે રાખવા હુકમ કરેલ તેમજ (૩) સંતોકસીંગ ગૂરૂમુખસીંગ સીકલીગર રહે. ગરૂડેશ્વર રણછોડજી મંદિર તા.ગરૂડેશ્વર જી.નર્મદાનાને અટકાયત કરી જુનાગઢ જેલ ખાતે રાખવા હુકમ કરેલ તેમજ (૪) ગુરૂચરણ ત્રિલોકસીંગ સીકલીગર રહે. ઘોઘંબા પાલ્વી રોડ, મસ્જીદ પાછળ તા.ઘોઘંબા જી.પંચમહાલનાને અટકાયત કરી પાલનપુર જેલ ખાતે રાખવા હુકમ કરતા સામાવાળાઓને દિલ્હી, ધોરાજી, ભરૂચ તથા વડોદરા ખાતેથી એલ.સી.બી.ની ટીમ તથા ગરૂડેશ્વર પો.સ્ટે.ની ટીમ દ્વારા ઝડપી પાડી જીલ્લા મેજી. નર્મદાના હુકમ મુજબ અનુક્રમે જામનગર જેલ, હિમ્મતનગર જેલ, જુનાગઢ જેલ તથા પાલનપુર જેલ ખાતે જરૂરી પોલીસ જાપ્તા સાથે સુપ્રત કરવામાં આવેલ છે.
દીપક જગતાપ, રાજપીપલા