નડિયાદના ધારાસભ્ય તથા સરકારના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઇ નાઓને ‘જુહાપુરા ખાતેથી મુસ્લીમોને બોલાવીને એ.કે-૪૭ રાઇફલ લાવીને નડિયાદ શહેરમાં જુલુસ કાઢીસ તે બાબતેની ટેલીફોનીક ધમકી આપનાર ઇસમને ઝડપી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ.
નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ચૈાહાણ નાઓની સુચના મુજબ સર્વેલન્સ પો.સબ.ઇન્સ વી.એ.શાહ તથા સ્ટાફના માણસોને ધારાસભ્ય તથા સરકારના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ નાઓને જુહાપુરા ખાતેથી મુસ્લીમોને બોલાવીને એ.કે-૪૭ રાઇફલ લાવીને નડિયાદ શહેરમાં જુલુસ કાઢવાની ટેલીફોનીક ધમકી આપનાર ઇસમને પકડી પાડવા માટે સુચના કરતા હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી આરોપીની માહિતી મેળવી, આરોપીને શોધી કાઢી તેના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સદર પકડાયેલ ઇસમ વસીમભાઈ ઇલયાસભાઇ વહોરા રહે.હાનીયા પાર્ક સોસાયટી સલાટીયા રોડ ભોજા કોમ્પલેક્ષ આણંદ નાઓની પાસપોર્ટની કામગીરી પાસપોર્ટ ઓફિસ અમદાવાદ ખાતે પેન્ડીંગ હોય જે કામગીરી કરાવવા માટે મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ નાઓનો નંબર ગુગલ પરથી શોધી પાસપોર્ટની કામગીરી ઝડપથી કરાવવા ખોટી ભલામણો કરવા જણાવતો હોય જે બાબતે પંકજભાઇ દેસાઇ નાઓએ પાસપોર્ટ જેવા અગત્યના ડોકયુમેન્ટ બાબતે ખોટી ભલામણો કરવા માટે ના પાડતા સદર ઇસમે ઉપરોકત ધમકીઓ આપેલ હોવાનું જણાવેલ છે.
નરેશ ગનવાણી : નડિયાદ