નડિયાદ રેલ્વે સ્ટેશન પર આવી પહોંચેલી શતાબ્દી એક્સપ્રેસમાં એક મુસાફર અજય રાવલની તબિયત લથડતાં બેભાન થઇ ગયા હતા અને શ્વાસ લેવાનું બંધ થઇ ગયું હતું. આ સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇને રેલ્વે કર્મીએ કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપીને અજય રાવલનો જીવ બચાવી લીધો હતો.
અજય રાવલ અને તેમની પત્ની અમદાવાદ-મુંબઈ શતાબ્દી એક્સપ્રેસમાં ટ્રેનમાં ગાંધીનગરથી બોરીવલી જઈ રહ્યા હતા. આ દરમિયાન નડિયાદ સ્ટેશન પર સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ રાકેશ મિત્તલને માહિતી મળી કે અજય રાવલની તબિયત સારી નથી તે બેભાન અવસ્થામાં છે. જેથી તાત્કાલિક એમ્બ્યુલન્સને સૂચના આપી તથા સ્ટ્રેચર લઈને પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા. ટ્રેનમાંથી નીચે ઉતરીને ખબર પડી કે તેની હાલત નાજુક હતી અને શ્વાસ લેવાનું બંધ થઈ ગયું હતું. આ દરમિયાન પોઈન્ટ્સમેન જયેશ મેધા અને રાકેશ મિત્તલે પોતે મળીને તેમને વારા ફરથી CPR (કૃત્રિમ શ્વાસ) આપ્યો હતો. ત્યારબાદ થોડી જ વારમાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતો. સહ-પ્રવાસી વંદના રાવલે પશ્ચિમ રેલ્વેના મુસાફરોના હિતમાં લીધેલા સમર્પણ, સખત પરિશ્રમ અને ત્વરિત પગલાંને બિરદાવતાં આભાર અને કૃતજ્ઞતા દર્શાવી, વડોદરા ડિવિઝનના ડીઆરએમ અમિત ગુપ્તાએ આ અદ્ભુત માનવતાવાદી પહેલની પ્રશંસા કરી રેલ્વે કામદારોનો એવોર્ડ જાહેર કર્યો. તેમણે કહ્યું કે આ પ્રકારની CPR (કૃત્રિમ શ્વાસ)ની તાલીમ તમામ રેલવે કર્મચારીઓને આપવામાં આવે છે જેથી જરૂર પડયે 24×7 તાત્કાલિક મદદ આપવામાં આવી શકે.
નરેશ ગનવાણી : નડિયાદ