Proud of Gujarat
FeaturedGujaratINDIA

હવે સસ્તા થશે ઇલેક્ટ્રિક વાહનો, હવે સોડિયમ બેટરીનો થશે ઉપયોગ, આ છે તેની ખાસિયત..જાણો.

Share

આજના સમયમાં સોલર પાવર અને પવન ઉર્જાથી વીજળી તો હાંસલ કરવામાં આવે છે પરંતુ જ્યારે વાદળો ઘેરાયા હોય અથવા તો રાત્રે પવન ના હોય, ત્યારે વીજળી કેવી રીતે મળશે? આ સમયે સૌથી વધુ કારગર નિવડે છે ઇલેક્ટ્રિક બેટરી, જે વધુ ઉર્જાને સ્ટોર કરે છે અને પછી જરૂર પડયા પર તેને સપ્લાય કરે છે. ઇલેક્ટ્રિક બેટરીની જરૂરિયાત વધવાને કારણે એક પછી એક કંપની હવે આ સેગમેન્ટમાં પ્રવેશ કરી રહી છે. આ વચ્ચે અનેક કંપનીઓ હવે લિથિયમ આયનના વિકલ્પ પર પણ વિચાર કરી રહી છે, કારણ કે આ બેટરી ખૂબ જ ખર્ચાળ છે. આ જ કારણોસર ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પણ ખૂબ જ વધારે હોય છે. હવે અનેક કંપનીઓ સોડિયમ આયન બેટરી બનાવવાની દિશામાં કામ કરી રહી છે, જે ખિસ્સાને પરવડશે. ચાલો સોડિયમ આયન બેટરી વિશે જાણીએ.

લીથિયમની બેટરી સોડિયમ કરતાં બહેતર છે, પરંતુ તે ખર્ચાળ છે. કારણ કે તેની સપ્લાય લિમિટેડ છે જ્યારે માંગ વધુ છે. આજના સમયમાં લેપટોપ-મોબાઇલથી લઇને ઇલેક્ટ્રિક વ્હીકલમાં લીથિયમ આયન બેટરીનો ઉપયોગ થાય છે. 2012 દરમિયાન તેની કિંમત અંદાજે 4500 ડોલર પ્રતિ ટન હતી, જે આજના સમયમાં વધીને અંદાજે 80 હજાર ડોલર પ્રતિ ટન થઇ છે. જ્યારે બીજી તરફ સોડિયમ હાઇડ્રોક્સાઇડની કિંમત અંદાજે 800 ડોલર પ્રતિ ટન થઇ ચૂકી છે. બીજી તરફ વિશ્વમાં લિથિયમની તુલનામાં સોડિયમનો ભંડાણ અનેકગણો વધારે છે. એટલે કે સસ્તુ અને સપ્લાય વધુ. સરળ શબ્દોમાં સોડિયમ ગરીબોનું લીથિયમ છે. ભારતમાં પણ તેનો વિપુલ ભંડાર છે.

Advertisement

જો લીથિયમની વાત કરીએ તો તે સોડિયમની તુલનામાં અંદાજે 100 ગણું મોંઘુ છે. લીથિયમ 80 હજાર ડોલર પ્રતિ ટન છે, જ્યારે સોડિયમ 800 ડોલર પ્રતિ ટન છે. જો ઇલેક્ટ્રિક કારની વાત કરીએ તો આ બેટરીને કારણે જ તે વધુ મોંઘી હોય છે. એક ઇલેક્ટ્રિક વ્હીકલમાં અડધાથી વધુ કિંમત બેટરીની હોય છે. હવે તમે સમજી શકો છો કે જો બેટરીઓ 100 ગણી સસ્તી થઇ જશે તો ઇલેક્ટ્રિક વાહનો કેટલા બધા સસ્તા થઇ જશે.


Share

Related posts

આઇ.સી.આઇ.સી.આઇ લોમ્બાર્ડ રજૂ કરે છે, ઇન્સ્ટન્ટ મોટર વીમા ક્લેમ રજિસ્ટ્રેશન માટે અલગ વોઇસ બોટ સર્વિસ.

ProudOfGujarat

સુરત: પોલીસની દાદાગીરી : નાના વરાછામાં લારીવાળાને જવા દેવાની વિનંતી કરનાર વેપારીને કાપોદ્રા પોલીસે ઢોર માર માર્યો

ProudOfGujarat

ઝધડીયા : આધેડ ઉંમરનાં વ્યક્તિએ તરૂણીને ભગાડી જતાં અભયમ 181 ની મદદથી છોડાવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!