જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી પ્રજા અને પરિવારો સર્વાંગી વિકાસ થાય તેના હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા પેસા એકટ કાયદાની જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ પેસા એકટ કાયદો લાગુ નહીં થતા જંગલ વિસ્તાર અને આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થયો નથી અને મુશ્કેલીઓ ઉભી થઇ છે ત્યારે જંગલ વિસ્તાર અને આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થયા તેના હેતુસર પેસા એકટનું અમલીકરણ કરવામાં આવે તેવી માંગણી કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે જેની માહિતી આપવા પૂર્વ મંત્રી નારણ રાઠવાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિસદ યોજવામાં આવી હતી.
વડોદરાના સર્કિટ હાઉસ ખાતે સોમવારે યોજાયેલ પત્રકાર પરિસદમાં દાહોદના પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ ઉપસ્થિત રહ્યા હતા અને આદિવાસી સમાજને પડી રહેલી મુશ્કેલીઓ અંગેની વાત કરી હતી તેમજ કોંગ્રેસ પક્ષે 2022 માં રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે તો પેસા એકટની અમલવારીની જાહેરાત કરી હતી.