ઇસ્લામ ધર્મમાં વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર એટલે ઈદ ઉલ અઝહા. ઈદ ઉલ અઝહાનો તહેવાર બકરી ઈદ તરીકે પણ ઉજવાય છે, ત્યારે આજે અંંકલેશ્વરમાં મુસ્લિમ બિરદારોએ ઈદ-ઉલ-અઝહાની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.
ઈદ-ઉલ-અઝહા, અઝહા અથવા દુહાનો અર્થ અરબીમાં કુરબાની થાય છે. એટલે ઇદુલ જહાનો અર્થ કુરબાનીનો તહેવાર થાય છે, ત્યારે આજે અંકલેશ્વર તાલુકામાં વસતા મુસ્લિમ બિરદારોએ ઈદ-ઉલ-અઝહાના પર્વની ભવ્ય ઉજવણી કરી એકમેકને શુભેચ્છા પાઠવી હતી. જોકે, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે ઈદગાહ મેદાને મુસ્લિમ બિરાદરો દ્વારા નમાજ મોકૂફ રાખવામાં આવી હતી. મુસ્લિમ સમાજે બકરી ઈદના પવિત્ર દિવસે પઢવામાં આવતી નમાઝ ઘર નજીકની મસ્જિદમાં અદા કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.
Advertisement