Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલમાં આદિવાસી દિનની ઉજવણીના આયોજન માટે મિટિંગ યોજાઈ.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે 9 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણીના આયોજન માટે માંગરોળ ઉમરપાડા સમસ્ત આદિવાસી સમાજ પંચના આગેવાનોની મિટિંગ યોજાઇ હતી.

વાંકલ ગામમાં ગત વર્ષે નવમી ઓગસ્ટ આદિવાસી દિનની ભવ્ય ઉજવણી માંગરોળ ઉમરપાડા તાલુકા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી હતી એનાથી પણ વિશેષ આયોજન ચાલુ વર્ષે નવમી ઓગસ્ટ આદિવાસી દિનની ઉજવણી માટે થઈ રહ્યું છે જેના ભાગરૂપે વાંકલ ગામે રાજીવ ગાંધી ભવન ખાતે આદિવાસી આગેવાનો અરૂણભાઇ ચૌધરી, મુકુંદભાઈ ચૌધરી, બાબુભાઈ ચૌધરી, રૂપસિંગ ગામીત, ઉજાસ ચૌધરી, પ્રકાશ ગામિત, ભુપેન્દ્ર ચૌધરી, ઉજજવલ ગામિત સહિતના આગેવાનો દ્વારા મીટીંગમાં ઉજવણીનું સુચારું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં માંગરોળ અને ઉમરપાડા તાલુકામાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉજવણીમાં જોડાઈ તે પ્રમાણે આયોજન કરાયું છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

મોંઘવારીનો માર/ ખિસ્સા પર વધુ એક પ્રહાર : પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG નાં ભાવમાં વધારો…!

ProudOfGujarat

ઉમરપાડા ત્રણ રસ્તા ખાતે બિરસા મુંડા સરકારનું નામકરણ કરી ટ્રાયબલ સબ પ્લાનની ગ્રાન્ટમાંથી જનનાયક બિરસા મુંડાની પ્રતિમા ફાળવી આપવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ખેડા : ચુણેલ અલીણા રોડ પર જાનૈયાઓ ભરેલી બસમાં આગ લાગતા અફરાતફરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!