ભરૂચ જિલ્લાના નવનિયુકત જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટીલ ઘણા ટૂંકા સમયમાં પ્રજાના દિલોમાં રાજ કરતાં થઈ ગયા છે. ભરૂચ જિલ્લા પોલીસ વડાને એક સફળ અભિગમ દ્વારા પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ અને ભરોસો કેળવવામાં સફળ થયા છે. એસ.પી.ના અભિગમથી પ્રજામાં વધી ગયેલ અસામાજીક તત્વોના ભયને દૂર કરવામાં પણ સફળ થયા છે. તેઓની આગવી કુનેહ અને ટીમ વર્કથી કામ કરવાની ક્ષમતાને પ્રજાએ સુહદયથી આવકારી છે. એટલું જ નહીં એ પ્રજા પોલીસને પ્રજાની ભક્ષક નહીં પરંતુ રક્ષક તરીકે જોઈ રહી છે. ખૂબ જ ટૂંકા સમયમાં પોલીસે કડક કાર્યવાહી કરી પ્રજાની સુખાકારીમાં વધારો કરી પ્રજાનો વિશ્વાસ કેળવ્યો છે. જે પોઝીટીવ એટીટ્યુડ જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટિલ છે.
પ્રજાની સમસ્યાઓમા ટ્રાફિકની સમસ્યા હોય, બુટલેગરોનો આતંક હોય કે પછી મારામારી કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ હોય એ તમામ ઉપર હાવી થઈ આવા કૃત્યો કરતાં તત્વોમાં ભયનું વાતાવરણ ઊભું કરી કાયદાના ભયનું વાતાવરણ પેદા કરવામાં સફળ થયા છે. નાના માણસથી લઈને સારા કાર્યો કરનાર અને જાગૃતતા લાવનાર લોકોના વખાણ કરતાં પણ થાકતા નથી અને પ્રજાનું મોરલ પણ વધારે છે જે થકી પોલીસ અને પ્રજા વચ્ચે સુરક્ષા સેતુ બાંધવામાં પણ સફળતા પ્રાપ્ત કરી છે.
ભરૂચ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોતાની ટીમને સચોટ માર્ગદર્શન અને સહયોગ દ્વારા પ્રજાના દિલમાં રાજ કરતાં થયા છે અને અસામાજિક તત્વોમાં ભય પેદા કરી પ્રજાને સુરક્ષા કવચ આપવામાં આવે તેવી પ્રતિભા ખીલી ઉઠી છે. પ્રજા સાથેના સીધા સંવાદ થકી પ્રજાની નજીક આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે.
અનવર મન્સૂરી
9427788246