ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં આવેલ રણછોડજી મંદિર પાસે આવેલી બે વાસણની દુકાનમાં શોર્ટસર્કિટથી આગ ફાટી નીકળી હતી જેના લીધે આજુબાજુ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવની જાણ ગોધરા ફાયર બ્રિગેડના જવાનોને થતા ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા શહેરના શહેરા ભાગોળ રણછોડજી મંદિર પાસે બે વાસણની દુકાનમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી. દુર્ઘટના પગલે આજુબાજુના દુકાનદારોને જાણ થતાં દોડી આવ્યા હતા. દુકાનદારો એ સમય સૂચકતા વાપરીને વાસણની દુકાનમાંથી તમામ સાધન સામગ્રી રસ્તા પર બહાર મુકી દીધી હતી. જોકે આગ વધુ લાગી હોત તો બાજુમાં આવેલ કપડાના શો રૂમ સહિતની દુકાનો આગની લપેટમાં આવી હોત તો મોટાપાયે નુકસાન થવાની સંભાવના હતી. ગોધરા ફાયર બ્રિગેડના ફાયર ઈન્સ્પેક્ટર પ્રવીણસિંહ સોલંકી એ જણાવ્યું હતું કે વાસણની દુકાનમાં શોર્ટસર્કિટ લાગવાથી આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે સમયસર દોડી જઇને આગ પર કાબુ મેળવ્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી