ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે ડી.પી.શાહ હાઇસ્કુલ ખાતે વંદે ગુજરાત રથયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં ભાજપા અગ્રણી ભુપતસિંહ કેશરોલા, તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ, સરપંચ કાલિદાસ વસાવા, તાલુકા પંચાયત સદસ્યો રતિલાલ રોહિત, આરતીબેન પટેલ તેમજ સોનલબેન રાજ, અગ્રણી ઠાકોરભાઇ વસાવા, નિલેશ સોલંકી, પુનમદાસ વસાવા, હાઇસ્કુલના આચાર્ય મંગુભાઇ વસાવા, ઉપરાંત રાજપારડી વીજ કંપનીના અધિકારી ડેવિડ વસાવા, વન અધિકારી હેમંત કુલકર્ણી તેમજ આરોગ્ય કર્મચારીઓ સહિત અન્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અગ્રણીઓ દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ઉપસ્થિત લાભાર્થીઓને વિવિધ કીટનું વિતરણ કરવામાં આવ્યું, તેમજ વિવિધ વિભાગો અંતર્ગત યોજનાઓના ઓર્ડર ઉપરાંત લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા ૨૨૮ જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા. ગુજરાતના વિકાસની ગાથા રજુ કરતા વંદે ગુજરાત વિકાસ યાત્રાનો ઉદ્દેશ જનતાને વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી સહ લાભ આપવાનો છે. ગુજરાત રાજ્યએ વિવિધ ક્ષેત્રોએ મેળવેલ ભવ્ય વિકાસની ઝલક આ વંદે ગુજરાત વિકાસ યાત્રામાં રજુ કરીને જનતાને યોગ્ય જાણકારી આપવામાં આવે છે. મળતી વિગતો મુજબ રાજપારડી મુકામેથી વંદે ગુજરાત રથયાત્રાએ રતનપુર જવા પ્રયાણ કર્યુ હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ
ઝઘડિયાના રાજપારડી ગામે વંદે ગુજરાત રથયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
Advertisement