ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં આજરોજ ઉમલ્લા ખાતે વંદે ગુજરાત રથયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં સરકારી યોજનાના વિવિધ લાભ જેવાકે સીવણ મશીન,ગેસ સગડી તથા આવાસના ચેક લાભાર્થીઓને અપાયા. ૧૫ મા નાણાંપંચ ૨૦- ૨૧ અંતર્ગત જેસપોર અને પાણેથાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને તાલુકા પંચાયત પ્રમુખ રીનાબેન વસાવાના હસ્તે એમ્બ્યુલન્સ આપવામાં આવી.
આ પ્રસંગે તાલુકાના વરિષ્ઠ ભાજપા અગ્રણી રશ્મિકાન્ત પંડ્યાએ સરકારી યોજનાને લગતી માહિતી ઉપસ્થિતોને આપી હતી. આયોજિત કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ રીનાબેન વસાવા, કારોબારી અધ્યક્ષ રિતેશભાઈ વસાવા,ન્યાય સમિતિ અધ્યક્ષ જયેન્દ્રભાઈ વસાવા , પ્રદેશ ભાજપા આદિજાતિ મોરચાના મંત્રી શાંતિલાલ વસાવા, જીલ્લા ભાજપા આદિજાતિ મોરચાના મંત્રી વિનોદભાઇ વસાવા, ભાજપા અગ્રણી અને નેત્રંગ તાલુકાના પ્રભારી રશ્મિકાંત પંડ્યા , તાલુકા ભાજપા અગ્રણી દિનેશ વસાવા, તાલુકા જીલ્લા પંચાયતના સદસ્યો , સંગઠનના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ, ઝઘડિયા મામલતદાર, વનવિભાગના અધિકારીઓ, વીજ વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ રથયાત્રાનું અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ