Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતીય હવામાન ખાતા તરફથી મળેલ આગાહી અનુસાર સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.

Share

ભારતીય હવામાન વિભાગ દ્વારા તા:૦૫-૦૭-૨૦૨૨ થી આગામી ૫ દિવસ માટે વેધર ફોરકાસ્ટ બુલેટીન મુજબ સુરત જિલ્લામાં તા.૦૬/૦૭/૨૦૨૨ થી તા.૦૯/૦૭/૨૦૨૨ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જેથી ભારતીય હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લાને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેથી ભારે વરસાદના કારણે જિલ્લાના જળાશયોના લો-લાઇંગ એરીયામાંથી તેમજ અન્ય નિચાણ વાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવા પાત્ર થતા હોય તેવા વિસ્તારોમાં સ્થળાંતર માટેની પૂર્વ તૈયારી અગાઉથી જ કરવી તથા નદી પટ વિસ્તારમાં તેમજ ડેમની આજુબાજુનો વિસ્તારમાં અવરજવર ન થાય તેની તકેદારી રાખવી. આ ઉપરાંત ઓવરટેપીંગ વાળા રસ્તા પર બેરીકેડીંગ કરવા અને સતર્કતાનાં તમામ પગલાં લેવા જાણ કરવામાં આવે છે. આ દરમ્યાન કોઇ દુર્ઘટના બનાવ બને તો તેની તાત્કાલીક જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમ ખાતે ફોન નં.૦૨૬૧-૨૬૬૩૨૦૦ અથવા ૦૨૬૧-૧૦૭૭ ઉપર જાણ કરવી તેમજ તમામ અધિકારીઓએ હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સુરત જિલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટ દ્વારા જણાવાયું છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : કાસવા સમની ગામમાં સાડા આઠ ફૂટ લાંબા અજગરનું રેસ્કયુ કરાયું.

ProudOfGujarat

માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામૂલ્યે આરોગ્ય તપાસ સારવાર કેમ્પ યોજાયો.

ProudOfGujarat

*आइफा ने ज़ोया अख्तर को ‘मोस्ट पावरफुल वुमन इन बिजनेस’ के खिताब से किया सम्मानित l*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!