ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આવેલી છે. હજારો ખેડૂતો, વેપારીઓ, ગ્રાહકો મોટી સંખ્યામાં શાકભાજી અને ફળફળાદી ખરીદવા આવતા હોય છે. નવી શાક માર્કેટથી મનુબર જતાં બાયપાસ ચોકડી સુધી તંત્ર દ્વારા નવો આર.સી.સી રોડ બનાવેલ છે. સદર રોડ છેલ્લા એક અઠવાડીયાથી તૈયાર થઈ ગયેલ છે. બંને સાઈડ બેરીકેડ લગાવી રોડને બંધ કરવામાં આવેલ છે. ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી સદર બંધ રોડને કારણે પ્રજાને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ઉદ્ઘાટન માટે કોઈક નેતાની આવવાની રાહ જોવાઈ રહી છે. નેતા નવરા પડતાં નથી અને રોડનું ઉદ્ઘાટન થતું નથી. જેના કરરને પ્રજાની મુશ્કેલીઓમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. પ્રજાના હિતમાં સત્વરે રોડને ખુલ્લો મૂકવામાં આવે તે ઇચ્છનીય છે.
Advertisement