Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં અભ્યાસ માટે આવતા છાત્રો પાસે કરાવાઈ છે સફાઈ કાર્ય, વિદ્યાર્થીઓએ ખોલી પોલ.

Share

રાજ્યમાં તાજેતરમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે પણ અંકલેશ્વરમાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અંકલેશ્વરના જીતાલી ગામની શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઇ કરાવવામાં આવતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ અંગે શાળાના આચાર્યએ કહ્યું કે, વિદ્યાર્થીઓ મોડા આવ્યાં હોવાથી શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે સફાઇ કરાવવામાં આવી છે. જ્યારે વિદ્યાર્થીઓએ આચાર્યની પોલ ખોલતાં જણાવ્યું હતું કે, સફાઇ કામ માટે અમારા વારા બાંધવામાં આવ્યાં છે.

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવતાં છાત્રો પાસે સફાઇ કાર્ય કરાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. 500 વધુ બાળકો અભ્યાસ કરે છે તેવી જીતાલીની શાળામાં સફાઇ કામદાર હોવા છતાં બાળકો પાસે સફાઇ કરાવવામાં આવી રહી છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Advertisement

પોતાના સંતાનો શિક્ષણ મેળવી ઉચ્ચ કારર્કિદી બનાવી શકે તે માટે વાલીઓ તેમના સંતાનોને શાળામાં મોકલે છે. પણ અંકલેશ્વરના જીતાલી ગામની શાળામાં વિદ્યાર્થીઓ હાથમાં પેનના બદલે ઝાડુ પકડીને સફાઇ કરી રહ્યાં છે ત્યારે આ દ્રશ્યો જોઇ વાલીઓ પણ ચોંકી ઉઠ્યાં હશે. શાળામાં ભણતર માટે આવતાં વિદ્યાર્થીઓ પાસે કચરો સાફ કરાવવો, વરસાદી પાણીનો નિકાલ કરાવવો સહિતની કામગીરી કરાવવી એ શિક્ષકોને શોભા આપતું નથી. વિદ્યાર્થીઓ માન અને સન્માન સાથે શાળામાં શિક્ષણ મેળવી શકે તે જોવાની ફરજ આચાર્યની સાથે શિક્ષકોની પણ છે.


Share

Related posts

અંકલેશ્વર જી આઈ ડી સી માં કેટલાક કંપની વાળા પોતાનો ટુકો સ્વાર્થ સિદ્ધ કરવા પર્યાવરણ ને મોટું નુકસાન પોહચાડી રહ્યા છે.

ProudOfGujarat

સેવા હી સંગઠન અંતર્ગત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દીપિકા સરડીયાએ ભરૂચની લીધી મુલાકાત..

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં જીલ્લા ન્યાયાલય ખાતે તથા તાબાની તાલુકા કોર્ટોમાં ૨૨મી એપ્રિલ-૨૦૧૮ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!