જિલ્લાની સરકારી, અનુદાનિત, ખાનગી તમામ પ્રકારની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર નામાંકન અંગે બી.આર.સી અને સી.આર.સી. કો.ઓર્ડીનેટ, તમામ શાળાના આચાર્ય તથા શિક્ષકોને બાયસેગ સ્ટુડિયોના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. જેમાં ૧૯૭૪ પૈકી ૨૦૨ શાળાઓ ફાઈવ સ્ટારમાં, ૧૧૧૮ શાળાઓ ફોર સ્ટારમાં, ૫૯૫ શાળાઓ થ્રી સ્ટારમાં, 48 શાળાઓ ટુ સ્ટારમાં, ૧૧ શાળાઓ વન સ્ટારમાં આવેલ છે.
સ્વચ્છ વિધાલય પુરસ્કાર ૨૦-૨૧ કાર્યક્રમ આંબેડકર હોલ, નડીઆદ ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્વચ્છતાના સર્વોચ્ચ ધોરણ પ્રાપ્ત કરનારી શાળાઓને પુરુસ્કૃત કરવામાં આવી હતી. આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતાના સંકલ્પને યાદ કરતા જણાવ્યું કે, જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રગતિ છે. જિલ્લા વિકાસ અધિકારીએ શિક્ષકોને સંભોધતા કહ્યું કે, બાળકોએ આવતી કાલનું ભવિષ્ય છે એટલે તેમને સ્વચ્છતાનો પાઠ આપણે આપણી શાળાઓમાંથી જ આપીએ તો તે અનુશાશન બાળકો યુવાવસ્થામાં જળવાઈ રહેશે. વધુમાં જિલ્લા વિકાસ અધિકારીએ ઉમેર્યું કે મહાત્મા ગાંધી દ્વારા સ્વચ્છતાની ચળવળ શરુ કરવામાં આવી હતી જેને આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ૨૦૧૪ માં આગળ ધપાવી છે. સ્વચ્છતાની નાની ટેવથી આપણામાં મોટા ધ્યેયોને સાકાર કરવામા મદદરૂપ થાય છે એમ જણાવતા સ્વચ્છતાના મુદ્દે શિક્ષકોની કામગીરી જિલ્લા વિકાસ અધિકારીએ બિરદાવી હતી. સ્વચ્છ વિદ્યાલય પ્રથમ કમાંકના પુરસ્કાર સ્ટેશન શાળા ડાકોર, માહી ઇટાડી પીએસ, દાદાના મુવાડા અને ખેડા કેમ્પ પીએસ શાળાઓને આપવામા આવ્યા હતા.
કુલ સ્કોરમાં જિલ્લા કક્ષાએ એવોર્ડ માટે પસંદ થયેલી શાળાઓમાં સ્ટેશન શાળા ડાકોર, માહી ઇટાડી પીએસ, દાદાના મુવાડા, એસ આર પટેલ ઇંગ્લિશ સ્કૂલ, મધર કેર પીએસ, સચિદાનંદ હાઇસ્કુલ, ખેડા કેમ્પ પીએસ અને શારદા મંદિર એ ડી પટેલ ઈપકોવાલા ડે સ્કૂલનો સમાવેશ થાય છે. સબ કેટેગરી પાણીમાં જિલ્લા કક્ષાના એવોર્ડ માટે પસંદ થયેલી શાળાઓમાં બિરાજ પીએસ, કાઠવાડા પીએસ, એસ.જી બ્રહ્મભટ્ટ બધીર વિદ્યાવિહાર, ડોક્ટર કે આર શાહ માધ્યમિક શાળા અને શેઠ એમ આર હાઇસ્કુલ કઠલાલનો સમાવેશ થાય છે.
સબ કેટેગરી શૌચાલયમાં જિલ્લા કક્ષાના એવોર્ડ માટે પસંદ થયેલ શાળાઓમાં ભાથીપુરા પીએસ, કંજોડા પીએસ, ચકલાસી બ્રાન્ચ શાળા, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ અને યુરો સ્કુલ ફાઉન્ડેશન નડિયાદનો સમાવેશ થાય છે.
સબ કેટેગરી સાબુથી હાથ ધોવામાં જિલ્લા કક્ષાના એવોર્ડ માટે પસંદ થયેલા શાળાઓમાં વનોદા પીએસ, હાથનોલી પીએસ, જેએમ દેસાઈ હાઈસ્કૂલ, નોલેજ હાઇસ્કુલ અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલનો સમાવેશ થાય છે. સબ કેટેગરી જાળવણી અને મરામતમાં જિલ્લા કક્ષાના એવોર્ડ માટે પસંદ થયેલ શાળાઓમાં કૂની પી એસ, નગર પ્રાઇમરિ સ્કૂલ ન-૧૮, સેન્ટ ઝેવિયર્સ પ્રાઇમરિ સ્કૂલ, ડીએસયુબી વિદ્યા મંદિર અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલનો સમાવેશ થાય છે. સબ કેટેગરી વ્યવહાર પરિવર્તન અને ક્ષમતા વૃદ્ધિમાં જિલ્લા કક્ષાના એવોર્ડ માટે પસંદ થયેલ શાળાઓમાં લાડવેલ પીસી, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, ભગવાનજીના મુવાડા, યુનિક પ્રાઇમરી સ્કૂલ અને ડી એચ પટેલ આદર્શ વિદ્યાલયનો સમાવેશ થાય છે. સબ કેટેગરી કોવિડ ૧૯ પૂર્વ તૈયારી અને પ્રતિસાદમાં જિલ્લા કક્ષાના એવોર્ડ માટે પસંદ થયેલી શાળાઓમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, ધંધોડી પીએસ, દિલ્હી પબ્લિક સ્કૂલ આણંદ, દેવકી વણસોલ પીએસ અને નગર પ્રાઇમરિ સ્કૂલનો સમાવેશ થાય છે.
નરેશ ગનવાણી : નડિયાદ