ભરૂચ જીલ્લામાં ઔદ્યોગિક વસાહત વિશ્વના નકશા અનેરું સ્થાન ધરાવે છે. ઔદ્યોગિક એકમોને કારણે દહેજ પંથકનો વિકાસ પણ આંખે ઉડીને બાઝે તેવો થયો છે અને આ વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રણા સમસ્યાના સમાધાન માટે સદા તત્પર રહેતા હોય છે.
વાગરા તાલુકાનાં દહેજમાં આવેલ પંચવટી આશ્રમમાં પીવાના પાણી તથા ગેસ કનેશનની અસુવિધા જોવા મળે છે. દહેજના સમસ્ત ગ્રામજનો દ્વારા વાગરા-151 ના ધારાસભ્યને લેખિતમાં ફરિયાદ કરી આશ્રમની અસુવિધા બાબતે વાકેફ કરી સમસ્યાનું સુખદ સમાધાન કરવા લેખિતમાં ફરિયાદ કરવામાં આવેલ છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર દહેજમાં આવેલ પંચવટી આશ્રમમાં નર્મદા પરિક્રમાવાસીઓ જુદા-જુદા રાજયોમાંથી આવે છે તેમજ આજુબાજુના વિસ્તારમાંથી દર્શનાર્થીઓ પણ આશ્રમની મુલાકાતે આવતા હોય છે અને સમયાંતરે ધાર્મિક પ્રોગ્રામ થતાં હોય છે તેથી નર્મદા પરિકરમાવાસીઓ તથા ભકતો માટે પીવાના પાણીનું કનેકશન દહેજ ગ્રામ પંચાયત સરપંચ દહેજ દ્વારા કાપવામાં આવે છે તે ખૂબ જ દુખદ ઘટના છે જે બાબતે આપ સાહેબ ગંભીરતાથી તાત્કાલિક ધોરણે ઘટતું કરવા વિનંતી કરવામાં આવે છે અને સત્વરે પ્રશ્નનો નિકાલ કરવા જણાવવામાં આવે છે. સાથે-સાથે ઠૂંઠિયું ફળિયું શક્તિનગર વાડી ફળિયા ગેટ સુધીનો રોડ તથા ગટરલાઇન તાત્કાલિક અસરથી બનાવી આપવા માંગ કરી છે.