એમ.એસ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીના શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ ના પ્રથમ વર્ષના બીજા સેમેસ્ટરની પરીક્ષાઓ આજથી શરૂ થઇ રહી છે. ત્યારે ફેકલ્ટી સત્તાધીશો દ્વારા વડોદરાના વિદ્યાર્થીઓને પાદરા ખાતે બેઠક વ્યવસ્થા ફાળવવામાં આવી છે ત્યારે ABVP દ્વારા વડોદરા મ્યુનિ રજૂઆત કરતા મેયર મદદની વ્હારે આવ્યા હતા.
જેને લઇને વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જનમહેલથી વિટકોસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની ટિકિટનો દર રૂા. ૨૨ રાખવામાં આવી છે. બસ સવારે ૭ કલાકે ઉપડશે અને પરીક્ષા પૂર્ણ થયા બાદ ૧૧ કલાકે પરત વડોદરા આવશે. કોમર્સ ફેકલ્ટીના એફવાય બીકોમના ૯૦૦૦ વિદ્યાર્થીની બીજા સેમેસ્ટરની એન્ડ સેમેસ્ટર પરીક્ષા જે સામાન્ય રીતે એપ્રીલ મહિનામાં યોજાય છે તે આજથી સોમવારથી શરૂ થઇ રહી છે. જેમાં ૨૦૦ જેટલા જ્યારે ફેકલ્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી બેઠક વ્યવસ્થામાં તેમનું સેન્ટર સાયન્સ ફેકલ્ટી બતાવતું હતું. જેનો પણ ફેકલ્ટી ખાતે શરૂ કરવામાં આવેલી હેલ્પ ડેસ્ક ખાતેથી નિવારણ લાવવામાં આવ્યું હતું. પરંતુ યુનિવર્સિટી સત્તાધીશોએ તે બાબતે નકારાત્મક જવાબ આપતા આખરે પરીક્ષા રાબેતા મુજબ શરૂ કરવામાં આવનાર છે. જેની બેઠક વ્યવસ્થામાં પણ છબરડા કરવામાં આવ્યા છે. વડોદરામાં મેઇન, યુનિટ અને ગર્લ્સ બિલ્ડિંગ ખાતે પ્રવેશ ધરાવતા વિદ્યાર્થીઓને પાદરા ખાતે બેઠક વ્યવસ્થા ફાળવવામાં આવી હતી.
એમ.એસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની મદદે આવ્યું વડોદરા મ્યુ.કોર્પોરેશન, ખાસ બસ સેવાની વ્યવસ્થા કરાઇ.
Advertisement