ચોમાસાની ઋતુ હજી બરાબર જામી પણ નથી ત્યાં સામાન્ય વરસાદથી પણ પાણી ભરાય જવાથી ગટરો ઉભરાવવાની સમસ્યા વકરતી હોય છે. સ્થાનિક સ્વરાજયની સંસ્થાના જે તે વિસ્તારના સ્થાનિક નેતાઓ મતદારોને રીઝવવા અને મતો અંકે કરવા ઠાલા વચનો અને આશ્વાશનો આપતા હોય છે અને જ્યારે પ્રજાના કામો ન થાય તો પ્રજા છેતરાયાનો અહેસાસ કરે છે.
મળતી માહિતી મુજબ વડોદરાના મોગલવાળા મસ્જિદ બુરહાની એપાર્ટમેન્ટના રહીશોએ ઉભરાતી ખુલ્લી ગટરો અને પાણીના નિકાલ ન થવા બાબતે વોર્ડ ઓફિસ ખાતે હલ્લાબોલ કર્યો હતો. રહીશોએ ચીમકી ઉચ્ચારી હતી કે અમારી સમસ્યાઓનો અંત નહીં આવે તો ફરી ઓફિસે આવીશું અને આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેમ જણાવ્યુ હતું. આગામી દિવસોમાં મુસ્લિમોનો પવિત્ર તહેવાર બકરી ઈદ આવી રહ્યો છે તેને અનુલક્ષીને અમારા વિસ્તારની સમસ્યાનું સુખદ સમાધાન થાય તે માટે વહીવટી વોર્ડ નંબર 14 ના અધિકારીઓને રજૂઆત કરેલ હતી. વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાનું સપનુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સેવવામાં આવ્યું છે તો શું વડોદરા મનપા અધિકારીઓ આ દિશામાં નક્કર કામગીરી કરશે કે પછી રામરાજયમાં પ્રજા સુખીના ઠાલા વચનો આપશે..?
વડોદરાના મોગલવાળા વિસ્તારમાં ઉભરાતી ગટરોના કારણે રહીશોનો વોર્ડ ઓફિસ પર હલ્લાબોલ.
Advertisement