ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે મહેમદાવાદ તાલુકાના રતનપુરા ગામ ખાતે નવીન ગ્રામ સચિવાલયનું ઉદઘાટન અને રતનપુરથી સરસવણી ગામના રોડના બાંધકામની શરૂઆત કરવામાં આવી. મંત્રી અર્જુનસિંહ એ જણાવ્યું કે રોડ, રસ્તા અને શિક્ષણ સરકારની પ્રાથમિકતાઓમાં રહેલા છે. આજે પારદર્શી સુશાસનને કારણે વિકાસના તમામ કાર્યો ખાતમુહૂર્તથી શરૂ કરીને લોકાર્પણ સુધી ઝડપથી પૂર્ણ કરી શકાય છે. રતનપુરા ગ્રામ પંચાયતમાં મહાત્મા ગાંધી ગ્રામ સચિવાલય યોજના હેઠણ વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં રૂપિયા ૧૫,૬૫,૦૦૦ ના ખર્ચે તૈયાર થયો. રતનપુરાથી સરસવણીને જોડતો અંદાજિત ૨૮૦૦ મીટર લંબાઈનું એપ્રોચ રોડ ૫૪,૦૦,૦૦૦ ના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી એ નવી ગ્રામ પંચાયત અને ઘોડાસર પુલના નિર્માણ માટે તમામ ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી. ગ્રામજનોમાં નવું પંચાયત ભવન નિર્માણ થતા આનંદની લાગણી અનુભવી. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય નાનજીભાઈ ઝાલા, જી, ૫. ના પૂર્વ સભ્ય દોલતસિં ડાભી, મહેમદાવાદ તાલુકાના પાર્ટી સંગઠન પ્રમુખ અજબસિંહ ડાભી, તાલુકા પ્રમુખ ભીખાભાઈ, કારોબારી ચેરમેન અંકિતભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય જશુભાઇ ચૌહાણ, રતનપૂરા સરપંચ શનાભાઈ ચૌહાણ, ડે. સરપંચ અંબાલાલ ચૌહાણ અન્ય ગામ આગેવાનો અને મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ