નડિયાદમા પાલિકા ગેટ પાસે કાંસ પર બંધાયેલ જર્જરિત દુકાનો પૈકી બે દુકાનોનો સ્લેબ ધરાશાયી થતાં રાતોરાત સ્થાનિકોએ દુકાન ખાલી કરવાનો વારો આવ્યો છે. 70 દુકાનો પૈકી 2 દુકાનોનો સ્લેબ તૂટતા પાલિકા દ્વારા વર્ષો અગાઉ પાલિકા ગેટ પાસે શેરકંઠ તળાવ નજીક કાંસ પર શોપીંગ સેન્ટર બાંધેલું હતું. જે હાલ કેટલાય વર્ષોથી જર્જરિત અવસ્થામાં છે. પાલિકા દ્વારા વારંવાર અહીંયા દુકાનદારોને સાવચેતીના પગલા રૂપે નોટિસ આપી હતી. આ નોટિસ પાઠેવીલ 70 દુકાનો પૈકી 2 દુકનોનો ગતરાત્રે સ્લેબ ધરાશાયી થતાં રાતોરાત સ્થાનિકોએ દુકાન ખાલી કરવાનો વારો આવ્યો હતો.પાલિકાની નોટિસમા જણાવાયું હતું કે, અહીંયાની મોટાભાગની દુકાનો જર્જરિત અવસ્થામાં છે જે પડી જવાની ઉપરાંત માલહાની કે જાનહાની થવાની શક્યતા રહેલી છે. નોટિસ આપવા છતાં પણ સ્થાનિક દુકાનદારો ખાલી કરતા ન હતા આથી જૂન માસમાં પાલિકા એ આખરી નોટિસ આપી હતી અને આમ છતાં પણ દુકાનદારો હટયા નહીં તે પછી તંત્ર દ્વારા વીજ કનેક્શન કાપવાની કામગીરી આરંભવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી અહીંયા વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરાઈ હતી.
આવી સ્થિતિ વચ્ચે ગતરોજ સમી સાંજે અહીંયા આવેલી દુકાન નંબર 55 અને 56 નો સ્લેબ એકાએક ધરાસાયી થઈ ગયો હતો. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. અગાઉ પણ અહીંયા બાલ્કની તૂટી પડવાની તેમજ સ્લેબ ધરાશાયી થવાના બનાવો બન્યા છે. આ બનાવના પગલે સ્થાનિક દુકાનદારોમાં ભય જોવા મળ્યો હતો. તો સ્થાનિક દુકાનદારોએ રાતોરાત દુકાન ખાલી કરી હિજરત કરવાનો વારો આવ્યો હતો.
નરેશ ગનવાણી : નડિયાદ