Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના ઉમલ્લા ખાતે સરસ્વતી વિધ્યામંદિર શાળાના ૨૫ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી અંતર્ગત બેઠક યોજાઇ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે શ્રી રંગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિધ્યામંદિર શાળામાં આજરોજ આચાર્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રશ્મિકાન્ત પંડ્યા, શાળાના સંયોજીકા અંજનાબેન પંડ્યા, આચાર્યા વૈશાલીબેન ખેર તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં સંસ્થાની સ્થાપના થયે ૨૫ વર્ષ પુર્ણ થયા હોઇ તેની ઉજવણી કરવાનો કાર્યક્રમ યોજવા સંબંધી આયોજન કરવા આ બેઠકનું આયોજન કર્યુ હતું. ઉપરાંત ચાલુ સત્ર દરમિયાન શાળામાં નવા દાખલ થયેલ બાળકોનું આ પ્રસંગે સ્વાગત કરવામાં આવ્યું હતુ. બેઠકમાં સંસ્થાના પ્રમુખ રશ્મિકાન્ત પંડ્યાએ સંસ્થાએ સફળતાપૂર્વક ૨૫ વર્ષ પુર્ણ કરતા સંસ્થાની ૨૫ વર્ષની વિજય સફરની વાત કરીને સંસ્થાના વિકાસમાં સહભાગી થનાર શિક્ષકો, વાલીઓ, વિધ્યાર્થીઓ તેમજ શુભેચ્છકોનો આભાર માન્યો હતો, અને જ્યારે સંસ્થા ૨૫ વર્ષ પુર્ણ કરીને ૨૬ મા વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે આવનારા સમયમાં પણ સંસ્થાને સહુનો સહયોગ મળતો રહે એવી આશા વ્યક્ત કરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર હિલ્ટન હોટલના કંપાઉન્ડમાંથી લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

રાજપીપળા : જાહેર જનતાને વોકીંગ માટે સ્પોર્ટસ કોમ્પલેક્ષ-ધાબાગ્રાઉન્ડ મંગળવારથી ખુલ્લુ મૂકાયું.

ProudOfGujarat

વલસાડની સ્વચ્છતા અેમ્બેસેડર પ્રાંજલ ભટ્ટની મહિલા કાર્યકરો સાથે બેઠક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!