Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલને 52 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઇ.

Share

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં ભરૂચ જિલ્લા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ અને સાહોલના રહેવાસી રમેશભાઈ નાગજીભાઈ વસાવાની અધ્યક્ષતા હેઠળ શાળાને 52 વર્ષ પૂર્ણ થતાં શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

સૌપ્રથમ શાળાની દીકરીઓએ સ્વાગત ગીતથી મહેમાનોનું સ્વાગત કરેલ હતું અને ત્યારબાદ કેક કાપી બાળકોનું મોં મીઠું કરાવેલ હતું. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક નિલેશકુમાર ડાહ્યાભાઈ સોલંકીએ કરેલ હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય પારસબેન પટેલ, સાહોલ મહાદેવ મંદિરના સંતશ્રી રામદાસ બાપુ, શાળાના શિક્ષક તેજસકુમાર રસિકભાઈ પટેલ, સરપંચ નવનીતભાઈ પટેલ,આંગણવાડી પરિવાર, એસ. એમ. સી સ્ટાફ, મધ્યાહન ભોજન પરિવાર, યુવાનો, વડીલો, નાના નાના ભૂલકાઓ તેમજ બાળકો ઉપસ્થિત શાળા સ્થાપના દિવસ ઉજવણી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement

Share

Related posts

અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટમાં ટામેટાની આડમાં સંતાડેલી દારૂની 570 બોટલ પકડાઈ.

ProudOfGujarat

દિલ્લી જંતરમંતર પર જાહેરમાં બંધારણ સળગાવવા વાળા મનુવાદી અસામાજીક તત્વો પર કડક માં કડક પગલા ભરવા બાબત.

ProudOfGujarat

કલરવ સ્કૂલ ખાતે બાળકો તથા વાલીઓ માટે હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!