માંગરોળ તાલુકાના ઝંખવાવ મુકામે આવેલ ઉચ્ચતર પ્રાથમિક શાળાના સ્થાપનાના 78 વર્ષ પૂર્ણ થતાં 79 માં વર્ષમાં પ્રવેશ કરતા માંગરોળ, ઉમરપાડાના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત ગણપતસિંહ વસાવા એ દીપ પ્રાગટ્ય કરીને કરી હતી શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય હરેશભાઈ પરમાર એ કરેલ હતું. સ્વાગત ગીત બાદ મહેમાનોનુ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવેલ હતું. માંગરોળના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા સાહેબ તેમજ બાળકો દ્વારા કેક કાપીને શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. ધારાસભ્ય ગણપતસિંહ વસાવા પોતાના વક્તવ્યમાં જણાવેલ કે આ શાળામાં હજારથી વધારે બાળકો છે અને તે પણ એક જ પાળીમાં ચાલે છે અહીં ભણેલા ઘણી સારી પોસ્ટ પર છે. કોઈ ડોક્ટર, એન્જિનિયર, શિક્ષકો, સરકારી અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે તે દરેકને અભિનંદન પાઠવેલ હતા તેમજ હાલમાં ભણી રહેલા વિદ્યાર્થીઓને પણ ખૂબ ભણી આગળ વધે એવી શુભેચ્છા પાઠવેલ હતી માજી શિક્ષક વિઠ્ઠલભાઈ ચૌધરીએ આ શાળાની વિસ્તૃત માહિતી આપી હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ ડો. પરવીન વસાવા પોતાના ભણતરના સમયના અભિપ્રાય આપેલ હતા. ડોક્ટર, એન્જિનિયર થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનુ પણ સન્માન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયત દંડક દિનેશભાઈ સુરતી, તાલુકા પ્રાથમિક શિક્ષાણાધિકારી ભુપેન્દ્રભાઈ મોદી તાલુકા પંચાયત સભ્ય નસીમબેન કડીવાલા, ડેપ્યુટી સરપંચ ગફુરભાઈ મુલતાની, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઈમરાનખાન પઠાણ, મોહનસિંહ ખેર, બી.આર.સી હીરાભાઈ ભરવાડ તાલુકા સંઘના પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરી, સુનિલભાઈ ચૌધરી, શાળાનો સ્ટાફ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગ્રામજનો હાજર રહ્યા હતા. આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગામના અગ્રણી તરફથી ૪૭ હજાર રૂપિયા રોકડ દાનમાં મળેલ હતા તેમજ બાળકો મહેમાનો માટે જમવાની વ્યવસ્થા સ્ટાફ તરફથી કરવામાં આવેલ હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ