Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ બી.આર.સી ભવન ખાતે ખાનગી શાળાના આચાર્યની મીટીંગ યોજાઇ.

Share

બીઆરસી ભવન માંગરોળ ખાતે આજરોજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભુપેન્દ્ર કુમાર મોદીની અધ્યક્ષતામાં માંગરોળ તાલુકાની ખાનગી પ્રાથમિક શાળાના આચાર્યની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુ ડાયસ ફોર્મ શિક્ષક અને વિદ્યાર્થીઓની નિયમિત ઓનલાઈન હાજરી આરટીઈ ના બાળકોના પ્રવેશ અંગેની ચર્ચા ટીચર પોર્ટલ અપડેશન અને ખાસ કરીને શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા શરૂ કરવામાં આવેલી G Shala એપ ખાનગી શાળાના બાળકો ઉપયોગ કરે અને આ એપ તમામ બાળકો ઇન્સ્ટોલ કરે તેની ચર્ચા કરવામાં આવી. વધારેમાં વધારે બાળકો G Shala એપ ઇન્સ્ટોલ કરી તેનો ઉપયોગ કરી શિક્ષણની કઠીન ક્ષમતાઓ સિદ્ધ કરે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ મિટિંગમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભુપેન્દ્ર કુમાર મોદી બીઆરસી કોર્ડીનેટર હીરાભાઈ ભરવાડ અને તાલુકા એમઆઈએસ સંદીપભાઈ પટેલ હાજર રહી વિશેષ માર્ગદર્શન આપેલ હતુ.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

2 સપ્ટે.થી ધો.6 થી 8નાં ઓફલાઇન વર્ગો શરૂ કરાશે: શિક્ષણમંત્રીની જાહેરાત

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજની ઓનલાઈન નોંધણી સેવા પુન: શરૂ.

ProudOfGujarat

ગોધરા-દાહોદ હાઈવે પર બે ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચારના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!