ભરૂચ જીલ્લામાં ફરી કોરોનાની મહામારીએ માથું ઊંચકયું છે. જીલ્લામાં ધીમી ગતિએ કોરોનાનાં પગ-પેસારાના પગલે આગામી દિવસોમાં સ્થિતિ ગંભીર બને તેવી સંભાવના નકારી શકાય એમ નથી. કોરોના કાળ પછી માંડ પરિસ્થિતી રાબેતા મુજબ થાળે પડી રહી છે ત્યારે કોરોનાના છૂટાછવાયા કેસો ચોપડે નોંધાઈ રહ્યા છે. આજે ભરૂચમાં 3, અંકલેશ્વરમાં 2, જંબુસરમાં 1, ઝઘડિયામાં 1 કેસ નોંધાયા છે.
મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા કુલ 27 એક્ટિવ કેસમાં 26 હોમ આઇસોલેટ તથા 1 હોસ્પીટલમાં દાખલ છે. સકારાત્મક બાબત એ છે કે કોરોનાનાં આ કેસોમાં મૃત્યુદર ઓછો છે અને દર્દીઓમાં સાજા થવાની રિકવરી રેટ પણ સારો એવો જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી સામાજીક મેળાવડાઓ તેમજ લોકો કોવિડ-19 ની ગાઈડલાઇનને સાઇડમાં કરી બિન્દાસપણે ફરી રહ્યા છે. તેથી કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. લોકો કોવિડ ગાઈડલાઇનના ડાયરામાં રહે તે હિતાવહ છે. નહિતર ભૂતકાળનું પુનરાવર્તન થતાં વાર નહીં લાગે.