આવનાર દિવસોમાં રથયાત્રા સાથે અનેક તહેવારોને ધ્યાને લઈ ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ ધર્મોના આગેવાનો સાથે ગતરોજ એક શાંતિ સમિતિની બેઠક યોજાઇ ગઈ.
જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટિલની આગેવાનીમાં યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં તહેવારો નિમિત્તે લોખંડી બંદોબસ્ત સંદર્ભે આગેવાનો સાથે ચર્ચા કરી માહિતગાર કર્યા હતા. આવનાર દિવસોમાં વિવિધ ધર્મોના વિવિધ તહેવારો આવી રહ્યા છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો ઉત્સાહભેર પોતાના તહેવારોની ઉજવણી કરી શકે તે હેતુથી ભરૂચમાં આંતરિક અને બાહ્ય ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ભરૂચ શહેરના લાગેલા સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન મારફતે તમામ ઉપર નજર રાખવામા આવશે. ડીવાયએસપી, પી.આઈ, પી.એસ.આઇ રેન્જના પણ પોલીસ અધિકારો પણ ચાંપતી નજર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે લોકોને પણ અપીલ કરવામાં આવેલ છે જે બાબતની ચર્ચા વિચારણા આગેવાનો સાથે જિલ્લા પોલીસ વડા દ્વાર કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં તમામ ધર્મોના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.
Advertisement