Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપર થયેલા હુમલાના આરોપીઓની ધરપકડ કરવા પંચમહાલ “આપ”ના કાર્યકરોએ આવેદન આપ્યું.

Share

સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ભૂમિકામાં છે. સુરતની જનતાએ ૨૭ કોર્પોરેટર આમ આદમી પાર્ટીના ચૂટ્યા છે ત્યારે આ કોર્પોરેટરોની જનતાના પ્રશ્રો, સ્થાનિક વિસ્તારની સમસ્યાઓની રજૂઆત કરવાની ફરજમાં આવતું હોય છે જે સંદર્ભમાં શિક્ષણ સમસ્યાની રજૂઆત “આપ” ના કોર્પોરેટરોએ કરતાં ભાજપના કેટલાક અસામાજીક તત્વોએ ગુંડાગીરી કરી આપના કોર્પોરેટરો અને કાર્યકરો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં આપના કાર્યકરોને ગંભીર રીતે ઇજાઓ થતાં હાલ સારવાર હેઠળ હૉસ્પિટલમાં દાખલ છે. આ બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવી છે પરંતુ આરોપીઓને પકડવામાં આવ્યા નથી તેથી પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ગૃહ વિભાગને રજૂઆત કરતું આવેદનપત્ર પત્ર માન. નાયબ કલેકટર સાહેબને આપવામાં આવ્યું. જેમાં જણાવાયું છે કે આરોપીઓની ધરપકડ કરવામાં આવે તથા કડક કાર્યવાહી કરી સજા આપવામાં આવે તેવી માંગ સાથે સર્કિટ હાઉસથી રેલી સ્વરૂપે “ભાજપ તેરી ગુંડાગીરી નહીં ચલેગી, નહીં ચલેગી” ના બુલંદ અવાજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રજૂઆત કરી છે.

પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆ, જિલ્લા પ્રમુખ દર્શન વ્યાસ, ગુજરાત પ્રદેશ વેપાર સચિવ દયાલ આહુજા, ગોધરા વિધાનસભા સંગઠનમંત્રી મનંત પટેલ, અજય વસંતાની, રાજુભાઈ પટેલ શહેરા વિધાનસભા સંગઠનમંત્રી અરવિંદભાઈ માછી, કાલોલ વિધાનસભા સંગઠનમંત્રી વિજય રાવલ હાલોલ વિધાનસભા સંગઠનમંત્રી દિનેશ યાદવ તથા કાર્યકરો મનોજભાઈ જોષી, સતિષભાઈ બારીઆ, રાજેન્દ્રસિંહ રાઠોડ, મહેબૂબભાઇ બક્કર, પૃથ્વી પરમાર, દિનેશભાઇ જાદવ, ઉષાબેન પાંડે, ટીનાબેન પંચાલ, કંચનબેન ગૌસ્વામી, દિનેશભાઇ ચૌહાણ સહિતના કાર્યકરો આજની રેલીમાં જોડાયા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાનીના બાઈસેપ્સ જોઈને તમે પણ વર્કઆઉટ કરવા પ્રેરાશો.

ProudOfGujarat

સુરતના સિંગણપોર નજીક આવેલ તાની હોસ્પિટલના તબીબની બેદરકારીના પગલે પ્રસ્તુતાનું મોત થયું હોવાની ધટનામાં તબીબ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ProudOfGujarat

વડોદરા : પારુલ યુનિવર્સિટી ખાતે મતદાર જાગૃતિ સંવાદ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!