ગ્લોબલ માર્કેટમાં આજે જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે અને પ્રી-ઓપનિંગની ચાલથી જ ખબર પડી હતી કે ભારતીય શેરબજારો પણ સારા ઉછાળા સાથે ખુલી શકશે. IT, બેન્કિંગ, મેટલ શેરોમાં શાનદાર ઉછાળાના લીધે બજારને સપોર્ટ મળ્યો છે અને તે લીલા નિશાન પર ખુલ્યું છે.
આજે સ્થાનિક શેરબજારમાં સેન્સેક્સ 740.91 પોઈન્ટ અથવા 1.41 ટકાના વધારા સાથે 53,468.89 પર ખુલ્યો હતો અને એનએસઈ નિફ્ટી 226.95 પોઈન્ટ અથવા 1.45 ટકાના વધારા સાથે 15,926.20 પર ખુલવામાં સફળ રહ્યો હતો.
આજની જબરદસ્ત તેજીમાં નિફ્ટીના તમામ 50 શેર લીલા નિશાનમાં તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને બજારમાં ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 413 અંક એટલે કે 1.23 ટકાના ઉછાળા સાથે 34,041 ના લેવલ પર કારોબાર કરી રહ્યો છે.
આજના કારોબારમાં નિફ્ટીના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ તેજીમાં છે. આઈટી શેરોમાં 2.80 ટકા અને મીડિયા શેરોમાં 1.5 ટકાનો ઉછાળો આવ્યો છે. મેટલ શેરોમાં 1.47 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટી બેન્ક 1.31 ટકા અને ફાઇનાન્શિયલ સર્વિસના શેર 1.33 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા છે.