ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાં પોતાની હાજરી જાળવી રહ્યા છે. અદાણી એક તરફ છઠ્ઠા નંબરે પહોંચી ગયા છે તો અંબાણી 10 માં નંબરે છે.
વિશ્વના ટોપ 10 અબજપતિઓની યાદીમાં મોટો ફેરફાર થયો છે. આમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ફરી છઠ્ઠા સ્થાને પહોંચી ગયા છે તો બીજી તરફ ફ્રાંસના બર્નાર્ડ આર્નોલ્ટે જેફ બેઝોસને પાછળ છોડી દીધા છે. આ સાથે લિસ્ટમાં સામેલ બીજા ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણી 10 માં નંબરે સરકી ગયા છે.
ફોર્બ્સ રિયલ-ટાઇમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, સમાચાર લખાય ત્યાં સુધીમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ $2.5 બિલિયન (લગભગ રૂ. 19 હજાર કરોડ) વધીને $98.1 બિલિયન થઈ ગઈ છે. નેટવર્થમાં આ વધારાને કારણે તે ટોપ-10 ની યાદીમાં ફરી છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. વર્ષ 2022 માં કમાણીની દ્રષ્ટિએ, અદાણીએ વિશ્વના બીજા ટોચના અબજોપતિઓને પાછળ છોડીને તેમની સંપત્તિમાં મજબૂત વધારો કર્યો છે.
ટોપ-10 અમીરોની યાદીમાં સામેલ બીજા ભારતીય ઉદ્યોગપતિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફરી એકવાર 10 મા સ્થાને સરકી ગયા છે. જોકે ફોર્બ્સની યાદી પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં અંબાણીની સંપત્તિમાં $1.3 બિલિયન (લગભગ રૂ. 10 હજાર કરોડ)નો વધારો થયો છે અને તેમની નેટવર્થ $92.4 બિલિયન થઈ ગઈ છે. તાજેતરમાં મુકેશ અંબાણીની કંપની રિલાયન્સના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ કારણે તે દેશના સૌથી અમીર વ્યક્તિ બની ગયા.
ટોપ-10 અબજોપતિઓની યાદીમાં સામેલ અન્ય અમીરોની વાત કરીએ તો લેરી એલિસન $97.6 બિલિયનની નેટવર્થ સાથે સાતમા સ્થાને છે, જ્યારે સર્ગેઈ બ્રિન આઠમા સ્થાને છે. બ્રિને છેલ્લા 24 કલાકમાં $4.3 બિલિયનનો નફો કર્યો છે અને આ સાથે તેમની સંપત્તિ વધીને $97.5 બિલિયન થઈ ગઈ છે. આ સિવાય જો સૌથી મોટી ઉથલપાથલની વાત કરીએ તો દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ હવે $96.6 બિલિયનની નેટવર્થ સાથે નવમા સ્થાને સરકી ગયા છે.