Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદમાં ડોક્ટર્સની હડતાળ સતત દસમાં દિવસે યથાવત, સિવિલમાં 600 જેટલા ઓપરેશન રદ્દ.

Share

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોકટરોની હડતાળ દસમાં દિવસે પણ યથાવત્ત રહી છે. હડતાળને કારણે સિવિલ હોસ્પિટલમાં 50 થી 60 ટકા ઓપરેશન રદ કરવાની તંત્રને ફરજ પડી રહી છે. રેસિડેન્ટ ડોકટરોની હડતાળ વિશે જાણ થતાં OPD માં સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા પણ ઘટી ગઇ છે. જે દર્દીઓ સિવિલ હોસ્પિટલની OPD માં સારવાર માટે આવે પણ છે તેમને કલાકો સુધી લાઇનમાં બેસી રહેવું પડે છે. 900 રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને કારણે દર્દીઓની સારવાર માટે ઊભી કરાયેલી વૈકલ્પિક વ્યવસ્થા પણ નિષ્ફળ સાબિત થઈ રહી છે.

હડતાળને કારણે થઈ રહેલી દર્દીઓને પરેશાની મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ નિવેદન આપતા જણાવ્યું કે, દર્દીઓને મુશ્કેલી ના થાય એ માટે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. નોન ક્લિનિકલ સ્ટાફમાંથી 56 ડોક્ટરોને ક્લિનિકલ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર જિલ્લામાંથી 90 મેડિકલ ઓફિસરોને ડેપ્યુટેશન પર ફાળવવામાં આવ્યા છે. 15 એનેસ્થેટિસ્ટ અમને ફાળવવામાં આવ્યા છે, જેમાંથી 13 ફરજ પર હાજર થઈ ચૂક્યા છે. જે ઓપરેશન રદ્દ કરવા પડતા હતા હવે એવા કેસો ઘટશે.સરકાર દ્વારા પણ વિદ્યાર્થીઓ સાથે સકારાત્મક ચર્ચા ચાલી રહી છે. ટુંક જ સમયમાં હડતાળનો અંત આવશે તેવી આશા રાખી રહ્યા છીએ.

Advertisement

Share

Related posts

હોન્ડા કાર્સ ઈન્ડિયા અને બજાજ ફાઇનાન્સે આ તહેવારોની સિઝનમાં આકર્ષક ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ ઓફર કરવા સહયોગ કર્યો

ProudOfGujarat

વડોદરા કમાટીબાગમાં બિભત્સ ચેનચાળા કરતાં આધેડને ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચનાં કતોપોર બજાર વિસ્તારમાં માળખાકીય સુવિધા પૂરી પાડવા યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશન મેદાનમાં…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!