ગોધરા શહેરમાં આવેલ ડૉ આંબેડકર પ્રાથમિક શાળામાં ધોરણ 1 ના બાળકો સહિત આંગણવાડીના ભૂલકાઓનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગોધરા નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ સોની, શિક્ષકવિદ નિવૃત આચાર્ય ખુશાલભાઈ શ્રીમાળી, નગરપાલિકા સભ્ય રમીલાબેન શાંતિલાલ સોલંકી સહિતના મહાનુભાવોને શાળાની બાળકીઓ દ્વારા કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામા આવ્યુ હતુ ત્યારબાદ આવેલ મહાનુભાવોએ દીપ પ્રગટાવીને કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો.
નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ સોની અને શિક્ષકવિદ નિવૃત આચાર્ય ખુશાલભાઈ શ્રીમાળી, નગરપાલિકા સભ્ય રમીલાબેન શાંતિલાલ સોલંકી સહિતના મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું ત્યારબાદ પહેલા ધોરણમાં આ વર્ષથી પ્રવેશ મેળવનારા 12 જેટલા બાળકોને અને આંગણવાડીના ભૂલકાઓને નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ સોની અને શિક્ષકવિદ નિવૃત આચાર્ય ખુશાલભાઈ શ્રીમાળી દ્વારા કુમકુમ તિલક કરી તેમને શૈક્ષણિક કીટ આપીને શાળામાં અને આંગણવાડીમાં પ્રવેશોત્સવ કરાવ્યો હતો.
કાર્યક્રમને અનુરૂપ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પોતાનું વક્તવ્ય રજૂ કર્યા હતા અને એસએમસી ના સભ્યો તથા વાલીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ડૉ આંબેડકર પ્રાથમિક શાળાના આચાર્ય કીર્તિકાબેન પરમાર, આસીસ્ટન્ટ શિક્ષક કૈલાસબેન પટેલ શિક્ષક પરેશભાઈ પરમાર પિંકીબેન પટેલ આંગણવાડી કાર્યકર સંગીતાબેન સોલંકી સહિતના શિક્ષકો ઉપસ્થિત રહી પ્રવેશોત્સવને સફળ બનાવ્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા પાલિકા પ્રમુખ સંજય સોનીએ બાળકોને કરાવ્યો શાળા પ્રવેશ.
Advertisement