Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની બે બાળકીઓએ હિમાલય પર્વત સર કરી કઠીન સિદ્ધિ હાંસલ કરી.

Share

વડોદરાની માત્ર આઠ વર્ષની બે બાળકીઓ રિના પટેલ અને સનાયા ગાંધી, બંનેએ હિમાચલમાં ૧૫ હજાર ફૂટની ઉંચાઈએ આવેલા બુરાન ઘાટી પાસ પર ટ્રેકિંગ કરીને કઠીન સિદ્ધિ હાંસલ કરી છે. બંને કદાચ શિખર પર પહોંચનારી તેમની વય જૂથમાં પ્રથમ હોઈ શકે. બંને બાળાઓ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.

નવરચના ઈન્ટરનેશનલ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી બંને છોકરીઓ ખુબ ઉત્સાહી પર્વતારોહકો છે અને અત્યાર સુધી ત્રણ વખત કઠીન પર્વતમાળાઓ પર પર્વતારોહણ કરી ચુકી છે. કોઈપણ ટ્રેનીંગ લીધા વિના તેઓએ ૨૦૨૦ માં ઉત્તરાખંડના કેદારકાંઠા અને ૨૦૨૧માં કાશ્મીરના તરસર મારસર અને અત્યારે બુરાન ઘાટી પાસ સફળતાપૂર્વક આરોહણ કર્યું છે. તેઓ બંને ઉત્તરાખંડના કેદારકાંઠા પર ચડ્યા ત્યારે, સાકરી ગામથી ટ્રેકની શરૂઆત કરી અને બે દિવસમાં જ આશરે ૨૪ કિલોમીટરનું અંતર પૂર્ણ કર્યું. ત્યારબાદ બીજી વખત તરસર મારસર પહોંચવા માટે છ દિવસમાં ૫૫ કિલોમીટર પૂર્ણ કરી પેહેલગામની અરુ ખીણમાંથી ટ્રેકિંગની શરૂઆત કરી હતી. આ વખતે શિમલાથી આગળ જંગલીક ગામથી ટ્રેકિંગની શરૂઆત કરી. આ સ્થળ ૯ હજાર મીટરની ઊચાઈએ આવેલું છે. ત્યાંથી છ દિવસ સુધી ટ્રેકિંગ કરીને ૧૮જૂન સુધી લગભગ ૨૬કિલોમીટરનું અંતર કાપીને તેઓ બુરાન ઘાટી પાસ પર પહોંચ્યા.

“તેઓ પાંચ વર્ષના હતા ત્યારથી અમે તેમને કુદરતી સ્થળ પર લઈ જઈએ છીયે. શહેરની ભાગદોડ, પ્રદુષણ અને વસ્તીથી દુર પ્રાકૃતિક પ્રદેશોમાં લઈ જવા માંગીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે નાનપણથી જ કુદરત પ્રત્યેનો પ્રેમ તેમનામાં વિકસે. આવા શારીરિક શ્રમથી તેમણે ખ્યાલ આવશે કે પ્રકૃતિ શું છે અને બેઝીક લાઈફ જીવવાની તેમને આદત પડશે. તેમજ અમે પરિવાર ભાવના વિકસાવી શકીશું,” રાયનાની માતા મૌસમ પટેલે જણાવ્યું હતું.
તેઓએ હિમાચલની લોકલ ટ્રેકિંગ કંપનીની સલાહ અને પરવાનગી લઈને પર્વતારોહણમાં સફળતા મેળવી છે. કારણ કે બાળકીઓ માત્ર આઠ વર્ષની જ છે અને તેના સપોર્ટ માટે અમે કુલ ૧૩ સભ્યો તેમની સાથે હતા તેમ છતાં અમારે ઘણા પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો.

Advertisement

“સનાયાને માથાનો દુ:ખાવો શરૂ થયો જે એક્યુટ માઉન્ટેન સિકનેસ કહેવાય. તેને લીધે તે ભાંગી પડી. પણ અમે તેને પ્રોત્સાહિત કરી અને તેને હિંમત આપી. અમે બેઝ કેમ્પ પર ખુબ ઓછા સ્થાનિક સંસાધનો સાથે બાળકોને જીવતા શીખવ્યુ. ઠંડી હોવાથી રોજ નહાવાનું પણ શક્ય ન હતું અને ભોજન પણ સગવડતા પ્રમાણે જે મળે તે ખાઈ લેતા. પડકારો સામે લડ્યા પછી અમે આખરે શિખર પર પહોંચ્યા અને તે એક જબરજસ્ત સફળતાનો અનુભવ થયો.” એમ બંને બાળકોની માતા મૌસમ પટેલ અને નિયતિ ગાંધીએ જણાવ્યું હતું. “અમે ૧૨ જુને ટ્રેકીંગ શરુ કર્યું હતું. છ કલાક ચઢાણ પછી અમે દયારથચમાં રોકયા હતા. 13 મીએ અમે લગભગ ૪ કલાક સુધી ટ્રેકિંગ કરીને લેથમ રોકાયા. 14 મીએ અમે ૨ મીટર મીટર મંઝીલ કાપ્યા પછી લેથમ કેમ્પમાં રોકાવા માટે પાછા ફર્યા. 15મીએ ઉપરદાંડા સુધી ગયા. 16મીએ અમે સવારે ૮વાગ્યે અમારા મુકામ સુધી પહોચ્યા. જે શિખર બુરાન ઘાટી તરીકે ઓળખાય છે. વૉકિંગ, રેપલિંગ અને સ્નો સ્લાઇડિંગ દ્વારા અમે મુખ્ય બેઝ કેમ્પ પર પહોંચ્યા”, બંનેએ આગળ ઉમેર્યું. આટલી નાની ઉંમરમાં બાળકો સામાન્ય રીતે રમવામાં, ગેમ ઝોનમાં કે કાર્ટુન જોવામાં મશગુલ હોય છે એ ઉમરમાં આ બંને બાળકોએ આવી કપરી સિદ્ધિ હાંસિલ કરી શકી.


Share

Related posts

શહેરા:મંગલીયાણા ગામે પંચાયતના હેન્ડપંપ મુકાવા મુદ્દે બબાલ થતા પોલીસ ફરિયાદ

ProudOfGujarat

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ના પાછળના ભાગે સૂકા કચરામાં આગ લાગી.ચારથી પાંચ જેટલા કાચા મકાનો નો બચાવ….

ProudOfGujarat

વાંકલ : કોસાડીની મૌલાના હુસૈન અહમદ મદની હાઈસ્કૂલનો SVS-14 (અંબિકા) કક્ષાના વિજ્ઞાન- ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!