નડિયાદના પીપળાતા, ડુમરાલ અને ટુંડેલ ગામની પ્રાથમિક શાળાઓમાં ગુજરાત વિધાનસભાના દંડક પંકજભાઈ દેસાઈની અધ્યકક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ પંકજ દેસાઈએ શાળા-પ્રવેશ લઈ રહેલા તમામ નવા બાળકોને આવકારીને જણાવ્યું હતું કે આજના વિધ્યાર્થીઓ આવતીકાલના દેશનુ ભવિષ્ય છે અને આ બાબતે ગુજરાત સરકાર સતત સંવેદનશીલ છે. ભણવાની ઉમંરમાં એક પણ બાળક શિક્ષાના અધિકારથી વંચિત ના રહે તે માટે ગ્રામસ્તરે તમામ એસએમસી સભ્યો, ગ્રામ પ્રતિનિધિ તથા વાલીઓને નિયમિત રીતે બાળકોને શાળાએ મોકલવાની અપીલ પંકજભાઈ એ કરી હતી. આ કાર્યક્રમમાં શાળા અને આંગણવાડીના પ્રથમ વર્ષમાં પ્રવેશ લઈ રહેલાં બાળકોનુ સ્વાગત કુમકુમ તિલક કરી, મોઢું મીઠું કરાવી અને સ્ટેશનરી કીટ તથા સ્કુલ બેગ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ઉપરાંત તમામ વર્ગોનાં અભ્યાસમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓ તથા સો ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપી બિરદાવવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્યો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નડિયાદ રોટરી કલબ પ્રમુખ મનીષભાઈ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, આંગડવાડી અને મધ્યાહન ભોજન કાર્યકરો તથા મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લઈ શાળામાં નવા પ્રવેશતાં બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
નરેશ ગનવાણી : નડિયાદ