Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કપડવંજ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

Share

કપડવંજ ખાતે મામલતદાર કચેરીમાં જિલ્લા કલેકટર કે.એલ બચાણીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાજર રહેલ ૧૫ થી વધારે અરજદારોના પ્રશ્નોના જિલ્લા કલેકટર એ નિકાલ કરી તેઓને જવાબ/સહાય હુકમો રૂબરૂ પાઠવ્યા હતા.

અરજદારો દ્વારા વિધવા સહાય, રેશન કાર્ડ, રાષ્ટ્રીય કુટુંબ સહાયના લાભો અંગેની રજૂઆતો કરવામાં આવી હતી. જેનો સ્થળ પર જ નિકાલ લાવવામાં આવ્યો હતો. ગેરહાજર રહેલ અરજદારોના પ્રશ્ન નિકાલ બાબતે હાજર રહેલ સંબંધિત અધિકારી ઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી તેમજ સ્થાનિક અન્ય પ્રશ્નો બાબતે જરૂરી માર્ગદર્શન/સૂચનાઓ આપવામાં આવ્યા હતાં. અરજદારોના પ્રશ્નોના હકારાત્મક નિકાલ આપતા અરજદારોએ જિલ્લા કલેકટર કે.એલ.બચાણી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં અરજદારો ઉપરાંત પ્રાંત અધિકારી ડી. વી. મકવાણા, મામલતદાર જે. એન. પટેલ સહિત પોલિસ વિભાગના અધિકારીઓ, સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

મોડાસાના કોલીખાડ નજીક કારનું ટાયર ફાટતા ચાર વાહનો ધડાધડ એક સાથે ટકરાયા, બે ઈજાગ્રસ્ત

ProudOfGujarat

ભરૂચ એસ.ટી. ડેપોમાં બસ સેવા શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : વેજલપુર હિન્દુ યુવા સંગઠન દ્વારા S A M – 1 નામની ગંભીર બિમારીથી પીડાતા પાર્થ પવારની વ્હારે આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!