Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નાંદોદ હજરપુરા સીમમા એરંડા (દિવેલા) 54,000 પુળા સળગાવી દેતા ભારે નુકશાન.

Share

નાંદોદ હજરપુરા સીમમા એરંડા (દિવેલા) 54,000 પુળા સળગાવી દેતા ભારે નુકશાન અંગેની પોલીસ ફરિયાદ રાજપીપલા પોલીસ મથકમા નોંધાઈ છે.
આ અંગેની ફરિયાદી યકીનકુમાર હસમુખભાઈ પટેલ રહે હજરપુરાએ આરોપીઓ (૧) દિપકભાઈ હર્ષદભાઈ પટેલ (૨) દિપકભાઈ ભાઈલાલભાઈ પટેલ (૩) ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ પટેલ(૪) ભીખુભાઈ પરસોત્તમભાઈ પટેલ તમામ રહે.હજરપુરા સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગત અનુસાર આરોપી દિપકભાઈ હર્ષદભાઈ પટેલ તથા દિપકભાઈ ભાઈલાલભાઈ પટેલ તથા ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ પટેલ તથા ભીખુભાઈ પરસોત્તમભાઈ પટેલે ફરીયાદીના ખેતર નજીક થઇ જવા-આવવા માટે રસ્તો પહોળો કરવાને લઇને વિરોધ કરતા આરોપીઓએ ફરીયાદી સાહેદને ખેતી કેવા કરો છો હવે જોજો ખેતીમાં કેવુ નુકશાન થાય છે તેવી ધમકી અગાઉ આપેલ. તેમજ બનાવના આગલા દિવસે ચારેય આરોપીઓ ફરીયાદના ખેતર પાસે ઉભા હોય ફરીયાદીને ખેતરમા આવતો જોઈ ચારેય આરોપીઓ ફરીયાદીને જોઈ ભાગી ગયેલ. બનાવની રાતે આરોપીઓ ફરીયાદીના કબ્જા ભોગવટાના ખેતરમા ગુન્હાહીત અપપ્રવેશ કરી એરંડા (દિવેલા) આશરે ર કિવીન્ટલ જેની હાલની બજાર કિ.રૂ.૧,૫૪,૦૦૦/- (અંકે રૂપિયા એક લાખ ચોપન હજાર પુરા) સળગાવી ફરીયાદીને આર્થિક નુકશાન કરી ગુન્હો કરવામા એકબીજાએ મદદગારી કરી ગુન્હો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

સુરત : પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરથી સો ટકા જગ્યા ભરવા રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

એલએન્ડટી ફાઈનાન્સે એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) સાથે 125 મિલિયન યુએસડી માટે તેના પ્રથમ ધિરાણ કરાર કર્યા

ProudOfGujarat

માંગરોળના માંડણમાં શિકારની શોધમાં નીકળેલો દીપડો કૂવામાં ખાબક્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!