માંગરોળ તાલુકાના વેરાકુઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિકલસેલના દર્દીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિકલસેલના દર્દીઓને થતી તકલીફો અને તેની સારવાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સિકલસેલના ૪૦ થી વધુ દર્દીઓને ન્યુમોકોકલ વેકસીન આપવામાં આવી હતી.
સિકલસેલના દર્દીઓને આદિજાતી વિભાગ દ્વારા પ્રતિમાસ રૂપીયા ૫૦૦/- ની સહાય આપવામાં આવે છે. જે અંગેના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું. તદુપરાંત સુરત જીલ્લા પંચાયત તરફથી સિક્લસેલના દર્દીઓને હોસ્પિટલ સારવાર માટે આપવામાં આવતા રૂપીયા ૪૦૦૦૦⟩- ની જાણકારી આપવામાં આવી.
આ કાર્યક્રમમાં વેરાકુઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. સઈદ અહમદ નાતાલવાલા, સિકલસેલ કાઉન્સેલર હેતલબેન ચૌયરી, હેલ્થ સુપરવાઇઝર મહેન્દ્રભાઇ ચૌહાણ, સ્ટાફ નર્સ ધ્રુવીકા ગામીત, ક્રિષ્ના વસાવા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેરાકુઇ ના સ્ટાફ તથા સિકલસેલના દર્દીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
વિનોદ મૈસૂરિયા : વાંકલ