Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડાના ગુલીઉંમર ગામે આંતરરાષ્ટ્રીય યોગ દિન પૂર્વે યોગ દિન ઉજવણી કરાઈ.

Share

ઉમરપાડા તાલુકાના ગુલીઉમર‌ ગામે વિશ્વ યોગ દિન પૂર્વે યોગ દિવસની ઉજવણી કરાઈ. યોગ પ્રત્યે સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.તેથી ઉમરપાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવતા યોગ દિન પૂર્વે એટલે કે એક દિવસ રહેલી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને ગુજરાત સરકાર રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે એક્શન યુવા ગૃપ-ઉમરપાડા માઘ્યમથી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં યોગનું મહત્વ અને વિશ્વમાં યોગા વિશેની માહિતી તેના ફાયદા વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી. સાથે સવારના સમયમાં યોગાસન કરવામાં આવ્યા.જે મનુષ્યના તન,મન અને સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. રોજીંદા જીવનમાં એક અગત્યનો ભાગ ભજવે છે. મનને એકાગ્રતા અને આનંદમય જીવન તંદુરસ્તી માટે યોગ‌ અત્યંત આવશ્યક છે. કાર્યક્રમ માં નેહરૂ યુવા કેન્દ્ર સુરત તેમજ એક્શન યુવા ગૃપ પ્રમુખ વિજય વસાવા, પરેશ વસાવા ગુજરાત સરકાર રાજ્ય યોગ બોર્ડ યોગ ટ્રેનરો મહેશ વસાવા,સુરભી વસાવા‌ અને પ્રાથમિક શાળાના આચાર્ય મેહુલ ઠંડ વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગની કામગીરીને લઈને આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે.

ProudOfGujarat

હાલોલ ખાતે પણ ભવ્ય રથયાત્રા નીકળી…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાની પ્રાથમિક શાળા જેશપોર ખાતે વિદાય અને સત્કાર સમારંભ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!