Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગોધરા અને મોરવા હડફ વિધાનસભાના નવ નિયુક્ત સંગઠનમંત્રીઓનો સન્માન સમારોહ યોજાયો.

Share

ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી પુરી તાકાતથી તૈયારી કરી રહી છે. તમામ ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડવા માટે, જીતવા માટે માઇક્રો પ્લાનિંગ કરી રહી છે અને ગુજરાતના ૨૬૦૦૦ જેટલા ગામોમાં કાર્યકર્તાઓ, સમર્થકોને તૈયાર કરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. હાલમાં જ પ્રદેશ કક્ષાએથી મજબૂત સંગઠન તૈયાર કરવા વિવિધ પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. હજું થોડા દિવસોમાં લગભગ ચાર હજાર જેટલા કાર્યકર્તાઓને નવી જવાબદારી આપવામાં પણ આવનાર છે ત્યારે પંચમહાલ જિલ્લામાં ચાર વિધાનસભા બેઠકો પર સંગઠનમંત્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે આ તમામ પદાધિકારીઓના સન્માન માટે વિધાનસભા બેઠક દીઠ કાર્યકરો સાથે બેઠકો યોજવામાં આવી રહી છે.

પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆની આગેવાનીમાં પંચમહાલ જિલ્લાની કાલોલ, ગોધરા, શહેરા, મોરવા હડફ, લુણાવાડા, બાલાસિનોર અને ઠાસરા વિધાનસભા બેઠકો પર કાર્યકર્તાઓ સાથે સન્માન સંમેલન યોજાઇ રહ્યા છે અને જરુરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. કાલોલમાં શ્રીઆપેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં, શહેરામાં મંગલપુર, ગોધરામાં સાંપા, મોરવા હડફ માં ડાગરીયા ગામે બેઠકો યોજાઈ. ગઈકાલના રોજ ગોધરા અને મોરવા હડફ વિધાનસભા બેઠક પર યોજાયેલા સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિત વચ્ચે તમામ નવ નિયુક્ત પદાધિકારીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, આપણા સૌનું લક્ષ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનું છે તેથી આપણે સૌએ નિયમિત રીતે કામ કરવાનું છે, સમય આપવાનો છે. જ્યાં રહીએ, ફરીએ, જઈએ ત્યાં પાર્ટી લક્ષી પ્રચાર પ્રસાર ની વાત કરવાની છે. જનતા હવે જાગૃત થઈ છે, સરકારની કામગીરી કેવી હોવી જોઈએ એ સમજવા લાગી છે. દિલ્હી અને પંજાબ માં આમ આદમી પાર્ટીની સરકારે કરેલા કામો વિશે જનતા વાકેફ છે જેથી ગુજરાતમાં પણ ‘આપ’ની સરકાર બનાવવા લોકો ઉત્સુક થયા છે ત્યારે આપણે વધારે માં વધારે લોક સંપર્ક અને લોક સંવાદ કરી જનતાને ભરોસો આપી મનોબળ મજબૂત કરવાની કામગીરી કરવી પડશે. અને ગુજરાત માં બદલાવ માટે ‘એક મોકો કેજરીવાલને’ સ્લોગન સાથે જન આંદોલન ઉભું કરવું પડશે તેમ જણાવ્યું હતું.
પ્રદેશ શિક્ષણ સચિવ રણજીતસિંહ, રાજેશભાઈ, જિલ્લા પ્રમુખ દર્શન વ્યાસ, ગોધરા વિધાનસભા સંગઠનમંત્રી મનંત પટેલ, અજય વસંતાની, રાજુભાઈ પટેલ, મોરવા હડફ વિધાનસભા સંગઠનમંત્રી ભાણાભાઈ ડામોર, દલસુખભાઈ બામણીયા, જશુભાઇ બારીઆ, રાકેશભાઈ તથા શહેરા વિધાનસભાના સંગઠન મંત્રી અરવિંદભાઈ માછી સહિત મનોજભાઈ જોષી, સતીષભાઈ બારીઆ, રામભાઇ ડાંગી, ભાવેશભાઈ બારીઆ, સુરસીગભાઇ ડામોર, ભારતસિંહ, નૈષધભાઇ સહિત આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

માંગરોળ : વકરી રહેલી કોરોના મહામારીને કાબૂમાં લેવા વાંકલ ગામમાં તા. 21 થી 25 સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરાયું.

ProudOfGujarat

નાંદોદના માંગરોલ ગામે પરિણીતા હત્યા કેશમાં પતિ,દિયર અને સાસુની રાજપીપલા પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા,કોર્ટે સબ જેલમાં મોકલ્યા

ProudOfGujarat

કપડવંજમાં કોલેજ ગ્રાઉન્ડ પર ગરબા રમવા આવેલી કિશોરી ભેદી રીતે લાપતા બની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!