ગોધરા શહેરમાં આવેલ જાફરાબાદ ફાટક ગોવિદી રોડ ખાતે આવેલ સાવન કૃપાલુ રૂહાની મિશન ગોધરા સેન્ટર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સેવાદાર લોકોને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવા માટે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંત રાજીન્દ્રરસિંહ મહારાજ અસીમ કૃપાથી સાવન કૃપાલુ રૂહાની મિશન ગોધરા સેન્ટર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો માટે માનવ હિતના કાર્ય કરે છે જેમાં બહેનો માટે ફ્રી માં સિલાઈ કામ અને બાળકો માટે ફ્રી માં કોમ્પ્યુટર ટ્રેનિંગ આપવામાં આવે છે. 18 થી 35 વર્ષના યંગ એડલ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે ફ્રુટ બિસ્કીટ પેકેટનું વિતરણ કરવામાં આવે છે સાથે સાથે ગુરુજીને પ્રાર્થના કરી વહેલા સ્વસ્થ થઈ જવા માટે પ્રાર્થના કરવામાં આવે છે. ત્યારબાદ નારીકેન્દ્ર, બહેરામૂંગા સ્કૂલ, સબજેલ, વૃધ્ધાઆશ્રમ, વગેરે જેવી જગ્યાએ જઈ સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવે છે.
આ ઉપરાંત વર્ષ 2004 થી બાળકો માટે બાળ સત્સંગ ચાલે છે જે બાળકોને નાનપણથી રૂહાની તરફ લઈ જઈ શકે છે. અહીંયા એક ક્લિનિક પણ કાર્યરત છે જે અવિરત સેવા પૂરી પાડે છે. કોરોના મહામારી દરમિયાન અવિરત 40 દિવસ સુધી નિસ્વાર્થ ભાવે હાઇવે ઉપર અને રેલવેના પાટા પરથી ચાલતા જઈ રહેલા લોકોને ભોજન પૂરું પાડ્યું હતું. જે સેવાઓને યાદ કરીને આજ રોજ ગોધરા શહેરમાં આવેલ જાફરાબાદ ફાટક ગોવિદી રોડ ખાતે આવેલ સાવન કૃપાલુ રૂહાની મિશન ગોધરા સેન્ટરના પ્રમુખ પ્રભુજી, ઉપપ્રમુખ ગોવિંદભાઈ ભાવસાર સેક્રેટરી અશોકભાઈ અરોરાના અધ્યક્ષ સ્થાને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સેવાદાર ભાઈઓ અને બહેનોને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ આવેલ દરેક સેવાદાર ભાઈઓ અને બહેનો સ્વરૂચિ ભોજન કરવામાં આવ્યું હતું.
પંચમહાલ રાજુ સોલંકી