ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી નાની નરોલી ખાતે આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વિશ્વ મહાસાગર દિવસ 2022 ની ઉજવણી કરવામાં આવી હતી. પુનરુત્થાન: મહાસાગર માટે સામૂહિક ક્રિયા થીમ અંતર્ગત આ ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અને શિક્ષકોને મહાસાગરોનું જતન કરી આપણી ભવિષ્યની પેઢીને ઉજાગર કરવાનો હતો. મહાસાગર આ એક એવો શબ્દ છે, જેની ચિંતા દુનિયાભરના લોકોને કરવી જોઈએ. આપણે જાણીએ છીએ કે જીવન માટે પર્યાવરણ અને પાણીનાં સ્રોતની જાળવણી પણ એટલી જ અગત્યની છે. આજની પેઢીમાં આપણે જાણીએ છીએ કે ફેક્ટરી, શહેરો વગેરેનો કચરો મહાસાગરો અને નદીઓમાં ઠાલવવામાં આવે છે આ વસ્તુને રોકીને આપણે પાણીના પ્રદૂષણની સાથે સાથે હરિયાળીને પણ બચાવવાની છે. આ હેતુના અનુસંધાનમાં વિશેષ પ્રાર્થના સભામાં પ્રણ લેવામાં આવ્યો કે આપણે “મહાસાગરોનું જતન કરીશું
ઐતિહાસિક રીતે, ચાર નામના મહાસાગરો છે: એટલાન્ટિક, પેસિફિક, હિંદ અને આર્કટિક, જેના વિશે વિદ્યાર્થીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી, અને મહાસાગરોના વિનાશ અને પ્રદૂષિત થતાં અટકાવાવા માટે સૂત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં.
વિનોદ મૈસૂરિયા : વાંકલ