ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના જેસપોર ગામેથી એક બહેન બાર વર્ષ અગાઉ ગુમ થઇ હતી. તે સમયે ઝઘડિયા પોલીસ મથકે આ બહેન ગુમ થયા બાબતની નોંધ રજીસ્ટર થયેલ હતી. ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં ગુમ થયેલ અને અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા મળેલ સુચના અંતર્ગત ભરૂચ એલસીબી પીઆઇ કે.ડી.મંડોરાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ જે.એન.ભરવાડ અને એમ.એચ.વાઢેરે અલગઅલગ ટીમો બનાવીને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન એલસીબીની ટીમને ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે આ ગુમ થયેલ બેન હાલ જેસપોર ગામનાજ મંદિર ફળિયામાં હાજર છે, ત્યારે પોલીસે બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા આ બહેન ત્યાં મળી આવી હતી. ભરૂચ એલસીબી પોલીસે આ બહેનને આગળની કાર્યવાહી માટે ઝઘડિયા પોલીસ મથકે સોંપી હતી. બાર વર્ષ અગાઉ જેસપોર ગામેથી ગુમ થયેલ બહેન જેસપોર ગામેથી જ મળી આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ