ડાકોર ચોકડી પર બનતા પુલ પરના ઊંચા પિલર પરથી કામ કરતા મજૂર નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. પુલ પર સેફ્ટીના સાધનો વગર મજૂરોને કામ કરાવવામાં આવી રહ્યું છે.
આ બનાવ બાદ મજૂરને ખાનગી વાહનમાં સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર બનાવમાં ક્યાકને ક્યાક પૂલનુ કામ કરતા કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. આ અંગે મળતી વિગતો અનુસાર ડાકોર ચોકડી પર બનતા પુલ ઉપર ઊંચાઈ પર મજૂરી કામ કરતો હતો. પરંતુ કોઈ કારણસર પુલની ઊંચાઈ પર કામ કરતા સમયે નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેથી તેને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કામ કરતા મજૂરોને સેફ્ટીના સાધનો આપ્યા વગર જોખમી ઊંચાઈ ઉપર કોન્ટ્રાકટર દ્વારા કામ કરાવવામાં આવી રહ્યું છે. આવી અન્ય કોઇ મોટી જાનહાનિ ન સર્જાય તે પહેલા મજૂરોની જીવનની સલામતી કરવામાં આવે.
નરેશ ગનવાણી : નડિયાદ