સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હેલિકોપ્ટર મારફતે વડાતળાવ ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પાવાગઢ મંદિર ખાતે પહોંચ્યા હતા જ્યાં પાવાગઢ મહાકાળીના ટ્રસ્ટીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ નરેન્દ્રભાઇ મોદી મહાકાળી માતાના મઢમાં શીશ ઝુકાવી દર્શન કર્યા હતા સાથે 500 વર્ષ બાદ પહેલીવાર ધ્વજારોહણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે 500 વર્ષ પહેલાં આક્રમણ ખોરો એ મહાકાળી માતાના મંદિરના શિખરને ખંડિત કયું હતુંને ત્યારથી અહીં ધ્વજા ન હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મંદિરના જીર્ણોદ્ધાર સાથે નવનિર્મિત શિખર બન્યું તેના આજે પાંચ સદીઓ બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ ધ્વજારોહણ કરાયુ હતું તે સ્પષ્ટ સંકેત આપે છે કે સદીઓ બદલાય છે, યુગ બદલાય છે પરંતુ આસ્થાનું શિખર યથાવત રહે છે. ધ્વજારોહણ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહાકાળી માતાના મઢમાં પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરી વિકાસલક્ષી કામોને બિરદાવ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
હાલોલ : પાવાગઢ મંદિરે ૫૦૦ વર્ષ પછી ધજા ચઢાવાઈ, પી.એમ મોદી રહ્યા હાજર.
Advertisement