Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લાનાં સુલતાનપુરા ગામનો ગરૂડેશ્વર તાલુકામાં સમાવેશ કરાયો.

Share

સરકારશનાં મહેસૂલ વિભાગનાં જાહેરનામા ક્રમાંક તા.૧૮-૦૨-૨૦૧૪ થી નર્મદા જિલ્લામાં આવેલ નાંદોદ તાલુકાનું વિભાજન કરી, નવા ગરૂડેશ્વર તાલુકા ( મુખ્યમથક : ગરૂડેશ્વર) ની રચના કરવામાં આવેલ છે.

જેમાં સુલતાનપુરા ગામનો સમાવેશ ગરૂડેશ્વર તાલુકાનાં કાર્યક્ષેત્રમાં થતો હોવા છતાં, ઉક્ત જાહેરનામાની યાદીમાં મોજે સુલતાનપુરા ગામનો સમાવેશ થયેલ ન હતો. જેનાં કારણે મોજે સુલતાનપુરાનાં ગ્રામજનોને જમીન અંગેનાં તથા અન્ય સરકારી કામકાજમાં મુશ્કેલી પડતી હોવાથી, મોજે સુલતાનપુરા ગામનો ગરૂડેશ્વર તાલુકાનાં ગામોની યાદીમાં સમાવેશ થાય તે માટે ગ્રામજનો તરફથી અવારનવાર નર્મદા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.

Advertisement

સુલતાનપુરા ગામનાં ગ્રામજનોની રજૂઆતનાં પગલે જરૂરી સુધારો કરવા નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા સરકારનાં મહેસૂલ વિભાગને દરખાસ્ત કરવામાં આવી હતી, જે અન્વયે સરકારનાં મહેસૂલ વિભાગ, ગાંધીનગરનાં જાહેરનામાં થી ગરૂડેશ્વર તાલુકાની રચના અંગેનાં જાહેરનામામાં સુધારો કરી, ગરૂડેશ્વર તાલુકાનાં ગામોની યાદીમાં મોજે સુલતાનપુરાનો સમાવેશ કરવામાં આવેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત સુધારાના કારણે હવે મોજે સુલતાનપુરાનાં ગ્રામજનોને ઈ-ધરા સબંધી અરજીઓ તથા કામગીરીની સુવિધા ગરુડેશ્વર તાલુકા ખાતે ઉપલબ્ધ થશે તેમજ ગ્રામજનોને ઉક્ત કામગીરી માટે નાંદોદ તાલુકાનાં મુખ્ય મથક રાજપીપલા સુધી જવું નહીં પડે, તેમજણાવાયું છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલ ના અંધેર વહીવટ તંત્ર ના પાપે જાણે કે મૃતકો પણ લાચાર બન્યા જાણો વધુ…..!!!!

ProudOfGujarat

રાજપીપલા વિસ્તારની ડ્રીપ ચોરીના ગુનાના કામે સંડોવાયેલ કુલ-૪ આરોપીઓ પાસામાં ધકેલાયા.

ProudOfGujarat

ભરૂચમાં વિવિધ પક્ષોનાં ઉમેદવારોએ ઉમેદવારી પોતાના સમર્થકો સાથે નોંધાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!