ભરૂચ શહેરના વોર્ડ નં.10 માં આવેલ શક્કર તળાવ વિસ્તારમાં સરકારી જમીનમાં દલાલ કરી એક વ્યક્તિ બૌડાની મંજૂરી વિના બાંધકામ કરવા બૌડાથી લઈ મુખ્યમંત્રી સુધી ફરિયાદ થઈ અને બૌડાના અધિકારીઓ છ વખત આવીને બાંધકામ બંધ કરાવી ગયા છતાં બિલ્ડરે બૌડાના અધિકારીઓના ગયા બાદ ફરી બાંધકામ કરતા અંતે લેન્ડગ્રેબિંગ એકટ મુજબ જિલ્લા કલેકટરમાં ફરિયાદ થઈ હતી.
ભરૂચ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોની ઘણી ફરિયાદો બૌડામાં થાય છે પરંતુ આ મામલે બૌડા માત્ર નોટિસ આપી સંતોષ માની લે છે. ત્યાં ભરૂચ શહેરના વોર્ડ નં.10 માં આવેલ શક્કર તળાવ વિસ્તારના સર્વે નં.2784 માં છેલ્લા કેટલાક મહિનાઓથી મહેમુદ મિરઝા નામનો વ્યક્તિ બાંધકામ કરી રહ્યો છે. આ મહેમુદ મિરઝા એ નગરપાલિકા કે ભરૂચ-અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ (બૌડા) ની મંજૂરી વિના જ બાંધકામ શરૂ કર્યું અને તેણે આજુબાજુની સરકારી સાંકડી ગલી, રસ્તાઓ પણ પોતાના બાંધકામમાં લઈ લીધા. સરકારી જમીનમાં પણ તેને બાંધકામ કરી નાંખી સરકારી રસ્તો બંધ કરી નાંખતા સ્થાનિક રહીશો દ્વારા પાલિકા અને બૌડામાં આ અંગે ફરિયાદ કરી પરંતુ સરકારી તંત્ર એ કોઈ જ નોંધ ન લીધી અને ગેરકાયદેસર બાંધકામને મૂકમંજૂરી આપી દીધી હોય તેમ જોવા સુદ્ધા નહીં આવતા અંતે અહીં રહેતા એક ગરીબ પરિવારના ખલીલભાઈ શેખ દ્વારા તેમનો રસ્તો આ ગેરકાયદેસર મકાન બનાવનારે બંધ કરી બાંધકામ કરતાં ગરીબ ટેલરીંગ કામ કરતાં ખલીલ શેખે આ ગેરકાયદેસર બાંધકામ અંગે 2/3/2022 ના રોજ બૌડામાં ફરિયાદ કરી ગેરકાયદેસર બાંધકામ અટકાવી રસ્તો ખુલ્લો કરવા અરજી કરી આ અરજી જિલ્લા કલેકટર, નગરપાલિકા તેમજ સુરત પાલિકા કમિશ્નર, ગૃહમંત્રી, માર્ગ મકાન મંત્રી અને મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી હતી. આ ગેરકાયદેસર બાંધકામ કરનાર મહેમુદ મિરઝા એ ગરીબ પરિવારને ધાક ધમકીઓ આપવાનું શરૂ કર્યું એટલું જ નહીં પણ ફરિયાદ કરનાર ખલીલ શેખના બે પુત્રો સામે ખોટી પોલીસ ફરિયાદ કરી નાંખી હતી. જયારે ગેરકાયદેસર સરકારી રસ્તાઓ પર બાંધકામ કરનાર મહેમુદ મિરઝા સામે બૌડામાં ફરિયાદ થતાં છ વખત બૌડાના અધિકારીઓએ આવી કામ બંધ કરાવી ગયા, કામ બંધ કરવાની નોટિસ આપી બાંધકામની મંજૂરી લેવાની નોટિસ આપી પરંતુ રૂપિયાના જોરે બૌડાવાળાની નોટીસને એસીતેસી કરતાં બિલ્ડર મહેમુદ મિરઝા વારંવાર બૌડાના અધિકારીની નોટિસ મામલે આંખ આડા કાન કરતાં આ મામલે અંતે જિલ્લા કલેકટરમાં લેન્ડગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ થતાં તા.6/6/22 ના રોજ આ મામલે તપાસ થઈ છે અને બૌડાએ ફરી નોટિસ આપી છે કે ગેરકાયદેસર મંજૂરી વિનાનું બાંધકામ બંધ કરો પરંતુ બિલ્ડર મહેમુદ મિરઝા આ મામલે કોઈ જ નિયમ માનવા તૈયાર નથી ત્યારે હવે જિલ્લા કલેકટર આ ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવી સરકારી રસ્તાનું દબાણ દૂર કરાવે તેવી અરજદારે અરજી કરી છે.
ભરૂચ શહેરના શક્કર તળાવ વિસ્તારમાં થઈ રહેલ ગે.કા. બાંધકામની ફરિયાદમાં 6 વખત બૌડાના અધિકારીઓએ કામ બંધ કરવા ગયા, બિલ્ડરે ફરી કામ શરૂ કર્યું.
Advertisement