માત્ર એક રૂપિયામાં કેન્સરની દવા કરનાર કેન્સર સ્પેશિયાલિસ્ટ રાજપીપળાના ડોક્ટર દમયંતીબેન સીધા અને તેમનો પરિવાર સેવાના ક્ષેત્રે ગુજરાત ભારત દેશનું ગૌરવ વધાર્યું છે. ડોક્ટર દમયંતી બા ને આ સેવાના ક્ષેત્રે ૧૨૦ જેટલા એવોર્ડ મળી ચૂક્યા છે એવી ગુજરાતની મધર ટેરેસા જેને કહી શકાય એવા સેવાભાવી ડોક્ટર દમયંતીબેન સિદ્ધાંત ચાલુ વર્ષે બે મહત્વના એવોર્ડ મળ્યા છે જેમાં 1) “આયુર્વેદિક ચિકિત્સા ક્ષેત્રે માનદ ડોક્ટરેટની માનદ ઉપાધિ”, અને 2)”ઘી મોસ્ટ ઇન્સ્પાયરિંગ ઓફ ધ અર્થનો એવોર્ડ આપી સન્માનિત કરાયા છે.
ઉપરાંત પ્રદીપસિંહ સિંધાને પણ શિક્ષણ ક્ષેત્રે ડોક્ટરેટની ઉપાધિ એનાયત કરવામાં આવી છે. એવોર્ડ આટલેથી ના અટક્યો પણ એક જ ઘરમાંથી ત્રીજો એવોર્ડ મેળવનાર તેમની માત્ર 11 વર્ષની સૌથી નાની વયની દીકરી દેવાંશી બા પ્રદીપ સિંહ સિંધાને પણ સૌથી નાની વયે ડોક્ટરેટ ડિગ્રી એનાયત કરાઈ છે.ડોક્ટરેટ ઉપાધિ પ્રાપ્ત કરનાર દીકરી દેવાંશીબા સિંધા ગુજરાતની પ્રથમ અને દેશની સૌથી નાની વયની ડોક્ટર બન્યાનુ ગૌરવ પ્રાપ્ત કર્યું છે. માતા પિતાના પગલે સેવા અને શિક્ષણ ક્ષેત્રે, યોગ ક્ષેત્રે અગ્રેસર રહેલી દેવાંશીબાને મલ્ટીટેલેન્ટ સોસીયલ વર્ક માટે આ ગૌરવપ્રદ ઉપાધિ એનાયત કરાઈ છે.
એ ઉપરાંત ડૉ. દમયંતીબા સિંધાના ભાઈની દીકરી ટીશાબા હેમતસિહ ચૌહાણ પણ ગુજરાતનુ ગૌરવ બની છે. 20 વર્ષની યુવા દીકરી કે જે પોતે ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટર છે એને પણ સોસીયલ વેલફેર ક્ષેત્રે ડોક્ટરેટની ઉપાધિ મળી છે. એમ નાની વયે આ સન્માન મેળવનાર ગુજરાતની બે દીકરીઓએ ગુજરાતનુ ગૌરવ વધાર્યું છે. આમ સિંધા પરિવારના એક જ પરિવારમાંથી ચાર સદસ્યોં આ એવોર્ડના અધિકારી બનતા સિંધા પરિવાર ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.
આ એવોર્ડ ભારતની રાજધાની દિલ્હી ખાતે સ્વર્ણિમ ભારત પરિવાર તથા ઇન્ટરનેશનલ ઇન્ટર્નશીપ યુનિવર્સિટી દ્વારા એનાયત થયાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા ક્ષેત્રે (ધ મોસ્ટ ઇન્સ્પાયરિંગ વુમેન ઈન ધ અર્થ) નામના એવોર્ડમા 2000 જેટલા નોમિનેશન થયા હતા. તેમાંથી 203 જેટલાંનુ સિલેક્શન થયું હતું. એમાં કોન્સ્ટ્યુટીશન ક્લબ ઓફ ઇન્ડિયાના અમેરિકન ઓથર Lesedi Gaeemelwe, પોલીસ, અધિકારી કિરણ સેઠના હસ્તે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
આ એવોર્ડ માટે વૈશ્વિક ક્ષેત્રે 101 જણાનુ સિલેક્શન થયું હતું. તેમાં ગુજરાતના આયુર્વેદિક ચિકિત્સામા માનદ ડોક્ટરેટની ડિગ્રી ઇસરોના મહાન વૈજ્ઞાનિક ટી. એન. સુરેશ કુમાર તથા નેપાળના મંત્રી સુજાતા કોઈરાલાના હસ્તે સન્માનિત કરાયા હતા.
દીપક જગતાપ, રાજપીપલા