Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા પાલિકાના સફાઇકર્મચારીઓ પોતાની માંગણીઓ નહી સ્વીકારાતા હડતાળ પર ઉતર્યા.

Share

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 18 મી જુને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિકાસલક્ષી કામોના લોકાર્પણ માટે આવી રહ્યા છે ત્યારે ગોધરા નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારો પોતાની માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી આવતા ગોધરા શહેરના મુખ્ય માર્ગો નર્કગાર પરિસ્થિતિમાં ફેરવ્યા હતા અને ચારેકોર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હતું.

ઉલ્લેખનીય છે કે ગોધરા નગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી અને રોજમદાર સફાઇ કામદારો સહિત પેન્શનરો પણ પોતાની માંગણીઓને લઈ હડતાળ ઉપર ઉતરી આવેલા સફાઈ કામદારો ને સમર્થન આપ્યું હતું. છેલ્લા ચાર માસથી પગારથી વંચિત સફાઈ કામદારોની હાલત કફોડી બની છે અને વ્યાજે નાણા લાવી પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે મજબૂર બન્યા છે હાલમાં કોરોના મહામારી બાદ રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં સ્કૂલો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી છે ત્યારે સફાઈ કામદારોના બાળકોને અભ્યાસ માટે નોટબુક, પુસ્તકો અને યુનિફોર્મ સહિત જરૂરી વસ્તુઓ લાવવા માટે મજબૂર બન્યા છે કેમ કે છેલ્લા માર્ચથી જુન માસનો પગાર ન મળતાં પોતાના બાળકો માટે નોટબુક પુસ્તકો લાવે તો ક્યાંથી લાવે? તેવા પ્રશ્નો ઉભા થયા છે. જ્યારે સફાઇ કામદારો યુનિયનના લીડર કમલેશભાઈ ચૌહાણ અને સંજયભાઈ તેહલ્યાણી એ જણાવ્યું હતું કે ગોધરા નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારો છેલ્લા કેટલાક સમયથી ભરતી પી.એફ ના નાણા પેન્શન રેગ્યુલર પગાર જે છેલ્લા ચાર માસથી ચૂકવવામાં ન આવતા કામદારોની હાલત કફોડી બની છે અને પગાર સહિતની વિવિધ માગણીઓની બાબતે ગોધરા નગરપાલિકાના કાયમી અને રોજમદાર સફાઇ કામદારો પોતાની વેદનાઓ દર્શાવી હતી કે ગોધરા પાલિકા દ્વારા 106 ની ભરતી માથી 70 જણને કાયમી સફાઈ કામદારના ઓર્ડર આપ્યા હતા જયારે 36 જેટલા સફાઈ કામદારો હાલ પણ ઓર્ડર આપવામાં આવ્યા નથી જેના કારણે તેઓ પોતાના હક માટે વલખાં મારી રહ્યા છે.

જ્યારે 70 સફાઈ કામદારોને કાયમી ધોરણે ઓર્ડર તો આપવામાં આવ્યા પરંતુ શોભાના ગાંઠીયા સમાન છે કેમ કે હાલ પણ ગોધરા પાલિકા દ્વારા 70 જણના ફિંગર પ્રિન્ટ લઈ સર્વિસ બુક ભરવામાં આવી નથી તથા તેમને ફૂલ પગાર પણ આપવામાં આવ્યા નથી જ્યારે રોજમદાર સફાઇ કામદારોના 330 લેખે 9900 પગાર આપવાના બદલે પાંચથી છ હજાર પગાર ચૂકવવામાં આવે છે જ્યારે બાકીના નાણાં ક્યાં જાય છે તેનો ખુલાસો પાલિકા તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ સફાઈ કામદારોને આપતા નથી જ્યારે કેટલાક સફાઈ કામદારો આક્ષેપ કર્યો હતો કે અમારા પી.એફના નાણાં 2016 થી કાપવામાં આવે છે પરંતુ પાલિકા દ્વારા 2018/19 ના પી.એફ ના નાણાં જમા કરાવ્યા છે તેવું કહેવામાં આવે છે જ્યારે બાકીના વર્ષના પી.એફ ના નાણાં ગયા ક્યાં? તેવા વેધક સવાલો ઉભા થયા છે આ ઉપરાંત સફાઈ કામદારોના 12/24/36 ના તફાવત 7 ટકા મોંઘવારી તથા રોજમદાર સફાઈ કામદારોને પગાર સ્લીપ વર્ષમાં એકવાર આપવામાં આવે તેવી માંગણીઓ સહિત અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી આવ્યા હતા.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ઝઘડિયા તાલુકાના અવિધા ગામે લગ્નમાં નાચતી વખતે ધક્કો વાગતા ઝઘડો.

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નશામુક્ત ભારત અભિયાન અને જલજન અભિયાનનો ભવ્ય શુભારંભ કરાયો

ProudOfGujarat

સ્માર્ટફોનના વીમા માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને એરટેલ પેમેન્ટસ બેંકનું જોડાણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!