Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતમાં વીજળી ઉત્પન્ન કરતા સરકારી સાહસોને દ્વારા ભાવ વધારાથી લોકોમાં મોંઘવારીનો માર વધ્યો.

Share

ગુજરાતમાં વીજળી ઉત્પન્ન કરતા સરકારી સાહસોને દ્વારા ભાવ વધારાથી લોકોમાં મોંઘવારીનો માર વધ્યો છે. ગુજરાત સરકારના આ આંધળા ખાનગીકરણની ઊંચી કિંમત હાલ ગુજરાતના નાગરિકો બેવડી રીતે મુશ્કેલી ભોગવી રહયા છે ત્યારે આપ દ્વારા અમરેલી અધિક કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરાઈ.

ખાનગી પાવર પ્લાન્ટ સાથે 2007 માં 25 વર્ષ સુઘી વીજળી ખરીદવાના જે ફીક્સ ભાવો નક્કી કર્યા હતા તે ખાનગી પાવર પ્લાન્ટોના દબાણ હેઠળ આવીને ગુજરાત સરકારે રિવાઇઝ કરી આપ્યા. એને કારણે જ છે થોડાક જ વખતમા ખાનગી પાવર પ્લાન્ટ કરાર મુજબ વીજળી પુરી પાડવામાં વચ્ચે ઠાગા થૈયા કરી કૃત્રિમ અછત ઉભી કરે છે ત્યારે ગુજરાત સરકારે ખુલ્લા બજારમાંથી ખુબ ઊંચા ભાવે વીજળી ખરીદવી પડે છે. સરકારે ખુલ્લા બઝારમાંથી વીજળી ખરીદે એનો સીધો મતલબ છે કે રાજ્યની જનતાના પરસેવાની કમાણીના ટેક્સના પૈસા વેડફાઈ રહ્યા છે અને ગુજરાતની જનતા માથે દેવું વધી રહ્યું છે.

Advertisement

આમ આદમી પાર્ટીની હાલ દિલ્હી અને પંજાબ, એમ બે રાજ્યોમાં સરકાર છે તે પોતાના નાગરિકોને 200 અને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપે છે એની સામે ગુજરાત સરકાર રાજ્યના નાગરિકો પાસેથી ખુબ ઊંચા દરો વસુલ કરે છે.ગુજરાતના નાગરિકોને 200 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે જેથી મોંઘવારીમાં પીસાઈ રહેલા મધ્યમ વર્ગને આંશિક રાહત મળે અને ગુજરાતની જનતા સાથે થયેલા અન્યાયનું નિવારણ થઇ શકે. તે માટે આમ આદમી પાર્ટી-ગુજરાત, નાગરિકોની થઇ રહેલી ઉઘાડેછોગ લૂંટ સામે આગામી દિવસોમાં રાજ્ય વ્યાપી કાર્યક્રમો હાથ ધરવામા આવશે

એપ્રિલ 2021 માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 1.80 રૂપિયા હતો,
જુલાઈ 2021 માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 1.90 રૂપિયા થયો,
ઓક્ટોબર 2021 માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2.00 રૂપિયા થયો,
જાન્યુઆરી 2022 માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2.10 રૂપિયા થયો,
માર્ચ 2022 માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2.20 રૂપિયા થયો,
એપ્રિલ 2022 માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2.30 રૂપિયા થયો, આમ સરકારની ભૂલનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે.


Share

Related posts

ટોક્યો ઓલમ્પિક: નીરજ ચોપડાએ રચ્યો ઇતિહાસ, ઓલમ્પિકમાં 13 વર્ષ બાદ ભારતને અપાવ્યો ગોલ્ડ

ProudOfGujarat

લખનઉની રેલવે કોલોનીમાં મોટી દુર્ઘટના, ઘરની છત ધરાશાયી થતાં 3 બાળકો સહિત 5 નાં મોત

ProudOfGujarat

માંગરોળની જી.આઇ.પી.સી.એલ કંપનીના કામદારોના પ્રશ્નોનું નિરાકરણ નહી થતા હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!