ભરૂચના વિવિધ પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. પેટ્રોલનો પૂરતો જથ્થો ન મળવાના કારણે પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની ભીડ જોવા મળી હતી. સરકાર સમક્ષ લોકોએ પેટ્રોલનો પૂરતો જથ્થો મળી રહે તે માટે સરકાર સમક્ષ અપીલ કરી છે.
આ મુદ્દે ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું છે કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થતાં સપ્લાય સિસ્ટમ ડિસ્ટર્બ થઈ ગઈ હતી જેના કારણે પેટ્રોલનો પૂરતો જથ્થો મળી શકતો નથી અને અમુક પેટ્રોલ પંપ બંધ પણ છે.
ભરૂચમાં પેટ્રોલનો પૂરતો જથ્થો મળી રહે તે માટે ગુજરાત સરકાર સાથે વાતચીત ચાલે છે આગામી સમયમાં ભરૂચની જનતાને પેટ્રોલનો પૂરતો જથ્થો મળી રહેશે તેવી ખાતરી આપી હતી.
Advertisement